ODI World Cup / આજના દિવસે જ તૂટ્યા હતા 140 કરોડ ભારતીયોના દિલ, એક વર્ષ બાદ પણ નથી રૂઝાયો હારનો ઘા
ભારતીય ક્રિકેટ ટીમ ગયા વર્ષે એટલે કે આજના જ દિવસે (19 નવેમ્બર) 2023માં ODI વર્લ્ડ કપની ફાઈનલમાં હાર

ભારતીય ક્રિકેટ ટીમ ગયા વર્ષે એટલે કે આજના જ દિવસે (19 નવેમ્બર) 2023માં ODI વર્લ્ડ કપની ફાઈનલમાં હારી ગઈ હતી. ભારતની હારથી 140 કરોડ ભારતીય ફેન્સના દિલ તૂટી ગયા હતા. ઓસ્ટ્રેલિયા સામેની ટાઈટલ મેચમાં ભારતની હાર એક વર્ષ બાદ પણ કોઈ નથી પચાવી શક્યું.
આ પણ વાંચો: 'પૈસા માટે નથી છોડી દિલ્હી કેપિટલ્સ',IPL AUCTION પહેલા રિષભ પંતની પોસ્ટથી વિવાદ
ફાઈનલમાં પહોંચતા પહેલા ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં એકપણ મેચ નહોતી હારી. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પહોંચતા પહેલા સતત 9 લીગ મેચ જીતી હતી. ત્યારબાદ સેમીફાઈનલમાં સતત 10મી મેચ જીતી હતી. સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને કારમી હાર આપી હતી, જે ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે હંમેશા મોટો પડકાર રહ્યો છે.
ન્યુઝીલેન્ડ જેવી ટીમને સેમીફાઈનલમાં હરાવ્યા બાદ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ટીમ ઈન્ડિયા સરળતાથી ફાઈનલ જીતીને ત્રીજી વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીતી લેશે, પરંતુ તેમ ન થઈ શક્યું.
ઓસ્ટ્રેલિયાની ટીમ બની હતી કાળ
ફાઈનલમાં ઓસ્ટ્રેલિયન ટીમ ભારત માટે આફત સાબિત થઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટાઈટલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાને 240 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના મોટાભાગના બેટ્સમેનો ફ્લોપ ગયા હતા.
બોલિંગમાં શાનદાર પ્રદર્શન બાદ ઓસ્ટ્રેલિયાએ બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને માત્ર 43 ઓવરમાં 241/4 રન બનાવીને જીત મેળવી હતી. આ દરમિયાન ટીમ માટે ઓપનિંગ કરનાર ટ્રેવિસ હેડે જોરદાર ઈનિંગ રમી અને 120 બોલમાં 15 ફોર અને 4 સિક્સની મદદથી 137 રન બનાવ્યા. આ સિવાય માર્નસ લાબુશેને સ્થિર ઈનિંગ રમી અને 110 બોલમાં 58 રન બનાવ્યા જેમાં 4 ચોગ્ગા સામેલ હતા. આ રીતે પેટ કમિન્સની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ઘરઆંગણે જ હરાવીને 6ઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.








