Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Wealth of these zodiac signs will increase, 24 July 2026, Friday Horoscope

આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં થશે વધારો, 24 જુલાઈ 2026, શુક્રવારનું રાશિફળ

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં થશે વધારો, 24 જુલાઈ 2026, શુક્રવારનું રાશિફળ
સોર્સ : GSTV

મેષ : આપે તન-મન-ધનથી - વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.

App Store

 

વૃષભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. ધર્મકાર્ય થાય.

 

મિથુન : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. કોર્ટ-કચેરીના કામમાં દોડધામ રહે.


કર્ક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.


સિંહ : આપના કામમાં કોઈ ને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં ઉતાવળ કરવી નહીં.


કન્યા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થાય. આનંદ અનુભવો. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થાય.


તુલા : આપને કામકાજમાં સાનુકૂળતા જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક-ઘરાકી આવી જાય. સામાજિક-વ્યવહારિક કામ રહે.


વૃશ્ચિક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે.


ધન : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સંભાળવું પડે. મુશ્કેલી જણાય. વાદ-વિવાદથી સંભાળવું પડે.


મકર : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહે. કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. ધંધામાં લાભ-ફાયદો જણાય.


કુંભ : આપને દિવસ દરમિયાન સતત કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.


મીન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ભાઈભાંડુનો સાથ મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ