આ રાશિના જાતકોના જીવનમાં રહેશે ચિંતા, 21 જુલાઈ 2026, મંગળવારનું રાશિફળ

મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. સરળતા રહે.
વૃષભ : નોકરી-ધંધાના કામની સાથે બીજુ કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
મિથુન : આપના રૃકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
કર્ક : આપને કામકાજમાં કોઇને કોઈ રુકાવટ રહ્યા કરે. જમીન- મકાન વાહનના કામમાં ઉતાવળ ન કરવી. ઘર- પરિવારની ચિંતા રહે.
સિંહ : આપના યશ- પદ ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. સંયુકત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળે.
કન્યા : આપને બેંકના, વીમા કંપનીના શેરોના કામકાજમાં સાનુકુળતા મળી રહે. કામનો ઉકેલ આવતો જવાથી રાહત થતી જાય.
તુલા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. ઇચ્છિત વ્યકિત સાથે મુલાકાત થાય.
વૃશ્ચિક : આપે રાજકીય - સરકારી કામમાં, ખાતાકીય કામમાં સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ અનુભવાય.
ધન : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેવાથી કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. ધંધામાં લાભ-ફાયદો જણાય.
મકર : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. સામાજિક - વ્યવહારિક કામકાજ જણાય. વ્યસ્તતા રહે.
કુંભ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. આપને કામમાં સરળતા થતી રહે. ચિંતા ઓછી થાય.
મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને ચિંતા અનુભવાય.

