મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

22 નવેમ્બર 2024, શુક્રવારનું રાશિફળ, આ રાશિના લોકોના જીવનમાં રહેશે ઉતાર-ચઢાવ

મેષ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને ર

22 નવેમ્બર 2024, શુક્રવારનું રાશિફળ, આ રાશિના લોકોના જીવનમાં રહેશે ઉતાર-ચઢાવ

મેષ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા કરે. ઉચાટ-ઉદ્વેગ રહે.

વૃષભ : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

આ પણ વાંચો : સપનામાં આ વસ્તુઓ દેખાવવી અત્યંત શુભ, આર્થિક સ્થિતિ થશે મજબૂત!

મિથુન : કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે.

કર્ક : રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. જાહેર ક્ષેત્રોના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું થાય.

સિંહ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી. કોર્ટ-કચેરીના કામમાં આપને રૂકાવટ અનુભવાય.

કન્યા : આપના કાર્યમાં પુત્ર-પૌત્રાદિકનો સહકાર મળી રહેતા રાહત જણાય. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે.

તુલા : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરવાનો પ્રયાસ કરો. ઘર-પરિવાર, સગા-સંબંધીના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય.

વૃશ્ચિક : ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે નવો ઓર્ડર મળી રહે. બઢતી બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

ધન : વધુ પડતા કામકાજ-દોડધામ-શ્રમના લીધે તબીયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. કામકાજમાં પ્રતિકૂળતાને લીધે ઉચાટ અનુભવો.

મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ અનુભવાય. પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે.

કુંભ : આપે વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં. ખર્ચ-ખરીદી જણાય.

મીન : પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછા થતા જાય. કામકાજમાં સાનુકૂળતા મળી રહે. હર્ષ-લાભ જણાય.

આ સમાચાર શેર કરો