15-12-2024, રવિવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ!
તા.૧૫-૧૨-૨૦૨૪ આજનું રાશિફળ આજનું નક્ષત્ર:- મૃગશિરા ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) આ પણ

તા.૧૫-૧૨-૨૦૨૪ આજનું રાશિફળ
આજનું નક્ષત્ર:- મૃગશિરા
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
આ પણ વાંચો: આ રાશિના જાતકો માટે થશે શુભ સાબિત 2025, જાણો તમારી રાશિ તો નથી ને?
મેષ રાશિઃ
પેટ્રોલિયમના વ્યાપારીને આર્થિક લાભ થશે.
વિદ્યાર્થીને કળાના વિષયમાં વિશેષ રુચિ આવશે.
પરિવાર સાથે સમય વીતશે.
વાહનની ખરીદી થઇ શકે છે.
વૃષભ રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ધન ખર્ચનું પ્રમાણ વધશે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
મિથુન રાશિઃ
કાપડના વ્યાપારીને આવકનું પ્રમાણ વધશે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
મિત્રોનો સાથ-સહકાર મળશે.
કર્ક રાશિઃ
જ્વેલરીના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
આકસ્મિક ધનહાનિ ન થાય તે બાબતે સાચવવું.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
જમીનને લગતા કાર્યમાં સફળતા મળશે.
સિંહ રાશિઃ
આવકના અનેક નવા માર્ગ મળશે.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
વાહન ચાલવતા સાચવવું.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કન્યા રાશિઃ
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
તમારા સ્વાસ્થ્યની કાળજે લેવી.
જીવનસાથી સાથે વૈચારિક થઈ શકે છે.
ધાર્મિક સ્થળે મુલાકાત લેવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે.
તુલા રાશિઃ
વ્યાપાર માટે મુસાફરી થઇ શકે છે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
સોશિયલ મીડિયાને લગતા કાર્ય કરતા લોકોને આર્થિક આવકનું પ્રમાણ વધશે.
તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે.
વૃશ્ચિક રાશિઃ
મેડિકલ-સર્જીકલ વસ્તુના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
લોનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
તમારા સંતાન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
ધન રાશિઃ
કાર્ય સ્થળ પર આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
મકર રાશિઃ
નવા ઘરની ખરીદી થઇ શકે છે.
પારિવારિક સુખ સારું રહેશે.
ત્વચા દરમિયાન રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી રાખવી.
ભાગ્યનો સાથ સહકાર મળી રહેશે.
કુંભ રાશિઃ
ખાણી-પીણીના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ભૌતિક સુખ-સગવડ માટે ધન ખર્ચનું પ્રમાણ વધશે.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે.
મીન રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદેશથી ધન આગમન થઈ શકે છે.
વ્યાપાર માટે નાનાં અંતરની યાત્રા થઇ શકે છે.








