કઈ તારીખથી શરૂ થશે હોળાષ્ટક? હોળી પહેલા 8 દિવસ સુધી ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ
રંગોના તહેવાર હોળીની રાહ લોકો આતુરતાથી જુએ છે. આ પર્વએ હોલિકા દહન કરવામાં આવે છે. હોલિકા દહન અધર્મ પર ધર્મની જીતનું પ્રત

રંગોના તહેવાર હોળીની રાહ લોકો આતુરતાથી જુએ છે. આ પર્વએ હોલિકા દહન કરવામાં આવે છે. હોલિકા દહન અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક હોય છે. હોલિકા દહનના દિવસે જ 8 દિવસના હોળાષ્ટક પૂરા થાય છે. હોળાષ્ટકને શુભ કાર્યો માટે ખૂબ અશુભ માનવામાં આવે છે. આ 8 દિવસોમાં કોઈ પણ શુભ-માંગલિક કાર્ય કરવામાં આવતાં નથી. શાસ્ત્રોમાં હોળાષ્ટકમાં શુભ-માંગલિક કાર્ય કરવા વર્જિત માનવામાં આવ્યા છે. જાણો તેની પાછળનું કારણ શું છે અને વર્ષ 2025માં હોળાષ્ટક ક્યારથી શરૂ થઈ રહ્યાં છે.
હોળાષ્ટક 2025 ક્યારથી ક્યાં સુધી છે
આ વર્ષે હોળી 14 માર્ચે મનાવવામાં આવશે અને આ પહેલા 13 માર્ચની રાત્રે હોલિકા દહન કરવામાં આવશે. પંચાંગ અનુસાર વર્ષ 2025માં હોળાષ્ટકની શરૂઆત 7 માર્ચથી થશે અને સમાપન 13 માર્ચે થશે એટલે કે 7 માર્ચથી 13 માર્ચની વચ્ચે શુભ-માંગલિક કાર્ય ન કરવાં.
હોળાષ્ટકમાં ન કરવા આ શુભ કાર્ય
હોળાષ્ટક દરમિયાન સગાઈ, લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન, જનોઈ, હવન, યજ્ઞ-અનુષ્ઠાન જેવા શુભ કાર્ય કરવા જોઈએ નહીં. કોઈ નવા કાર્યની શરૂઆત કરવી જોઈએ નહીં. આ દરમિયાન ઘર, ગાડી, સોનું-ચાંદી પણ ખરીદવું જોઈએ નહીં. આવું કરવાથી અશુભ ફળ મળે છે. દુર્ઘટના, હાનિના યોગ બને છે.
શા માટે હોળાષ્ટક અશુભ માનવામાં આવ્યા છે?
જ્યોતિષ અનુસાર હોળાષ્ટકના સમયે તમામ ગ્રહોનો સ્વભાવ ઉગ્ર થઈ જાય છે. દરમિયાન કરવામાં આવેલા માંગલિક કાર્યો પર ગ્રહોની નકારાત્મક અસર પડે છે. જેનાથી શુભ કાર્ય કરવા પર પણ અશુભ ફળ મળે છે કે કાર્યોમાં સફળતા મળતી નથી.
પ્રહલાદને યાતના આપી હતી
ધાર્મિક કથાઓ અનુસાર હોળી પહેલાના 8 દિવસમાં અસુર રાજા હિરણ્યકશ્યપે પોતાના પુત્ર અને શ્રીહરિના પરમભક્ત પ્રહલાદને ભક્તિથી ડગાવવા માટે ઘણી યાતનાઓ આપી હતી. જ્યારે તેની કોઈ ચાલ સફળ થઈ નહીં તો તેણે પોતાની બહેન હોલિકાની સાથે પ્રહલાદને અગ્નિમાં સળગાવવાનું નક્કી કર્યું પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી હોલિકા સળગી ગઈ અને ભક્ત પ્રહલાદ બચી ગયા. તેથી પણ આ 8 દિવસોમાં શુભ કાર્ય કરવામાં આવતાં નથી.
જોકે, હોળાષ્ટકના સમયે પૂજા-પાઠ, જાપ કરવાની મનાઈ હોતી નથી પરંતુ હોળાષ્ટકમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ શુભ ફળ આપે છે.








