મીન રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ થઈ શકે છે, જાણો આજનું તા. 21/09/2024નું રાશિફળ
આજનું નક્ષત્ર: ભરણી (કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ) મેષ રાશિઃ તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક

આજનું નક્ષત્ર: ભરણી
(કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ)
મેષ રાશિઃ
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
સરકારી નોકરી કરતા લોકોને વિશેષ માન સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે.
ગાણિતિક પ્રક્રિયાઓમાં રુચિ આવશે.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
વૃષભ રાશિઃ
તમારા વ્યક્તિત્વથી લોકો આકર્ષિત થશે.
ભૌતિક સુખ-સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
મહત્ત્વના નિર્ણયમાં યોગ્ય માર્ગદર્શન લેવું.
મિથુન રાશિઃ
લેખક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.
ફળોના રસ અને કોલ્ડ્રીંક્સના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
પ્રેમી સાથે સમય વીતશે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કર્ક રાશિઃ
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
સિંહ રાશિઃ
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
તમે તમારી વાણીથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
જીવનસાથી સાથે આધ્યાત્મિક લોકોનો સંગ પ્રાપ્ત થઈ શકે છે.
કન્યા રાશિઃ
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
કફ જન્ય રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી.
તુલા રાશિઃ
તમારા વ્યક્તિત્વથી લોકો આકર્ષિત થશે.
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
વિદેશથી આવકના સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે.
વૃશ્ચિક રાશિઃ
કાર્યસ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
આવકના નવા માર્ગ મળશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
ધન રાશિઃ
અતિ ભાવુકતાના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોનો દિવસ આજે વ્યસ્ત રહેશે.
મકર રાશિઃ
નવા ઘરની ખરીદી થઈ શકે છે.
વ્યાપારમાં જોખમ ભર્યા નિર્ણય ટાળવા.
પારિવારિક સુખ સારું રહેશે.
યોગ્ય માર્ગદર્શન લઈ નાણાંનું રોકાણ કરી શકો છો.
કુંભ રાશિઃ
પરિવાર સાથે ધાર્મિક સ્થળે યાત્રા થઈ શકે છે.
આંખને લગતી સમસ્યા થઈ શકે છે સ્વાસ્થ્યની કાળજી લેવી.
તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
મીન રાશિઃ
જમીનની લે-વેચ કરતાં વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.








