મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

ધન રાશિના જાતકોને આવકમાં વધારો થશે, જાણો તા. 23/10/2024 નું રાશિફળ

આજનું નક્ષત્ર:- પુનર્વસુ ( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા ) મેષ રાશિઃપારિવારિક સુખ સારું રહેશે.વ્યાપાર મ

ધન રાશિના જાતકોને આવકમાં વધારો થશે, જાણો તા. 23/10/2024 નું રાશિફળ

આજનું નક્ષત્ર:- પુનર્વસુ

( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા ) 

મેષ રાશિઃ
પારિવારિક સુખ સારું રહેશે.
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે. 
વિદેશથી ધન આગમન થઈ શકે છે.
ઇલેક્ટ્રોનિક વસ્તુનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો. 

વૃષભ રાશિઃ 
વ્યાપારમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.

મિથુન રાશિઃ
આવકના અનેક નવા માર્ગ મળશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.

કર્ક રાશિઃ 
પ્રેમ સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. 
આવકના માર્ગમાં વધારો થશે.
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.
અનૈતિક કાર્યથી દૂર રહેવું. 

સિંહ રાશિઃ 
કોલ્ડ્રિંક્સના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ભાગીદારીમાં વેપાર કરતા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે. 
પરિવાર સાથે સમય વીતશે. 
નાના ભાઈ-બહેન સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે. 

કન્યા રાશિઃ 
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કોર્ટકેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.

તુલા રાશિઃ 
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે. 
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
ધાર્મિક સ્થળે પ્રવાસ યાત્રા થઈ શકે છે.

વૃશ્ચિક રાશિઃ 
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે. 
કાર્ય પૂર્ણ થવામાં અવરોધ આવી શકે છે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા. 

ધન રાશિઃ 
આવકના માર્ગમાં વધારો થશે.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
પ્રેમી સાથે વૈચારિક થઈ શકે છે.

મકર રાશિઃ 
કાર્ય સ્થળ પર વિશેષ માન સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
સ્ત્રી વર્ગ તરફથી મદદ મળી રહેશે.

કુંભ રાશિઃ 
મિત્રો સાથે સમય વીતશે. 
ફાસ્ટ ફૂડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
વાહન ચાલવતા સાચવવું. 

મીન રાશિઃ
રિસર્ચ કરતા વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવી પડશે.
હૃદય રોગની સમસ્યાવાળા દર્દી  સ્વાસ્થ્યની કાળજી રાખે.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે. 
સંતાન સાથે સમય વીતશે.

આ સમાચાર શેર કરો