Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Jitiya Vrat 2026: Keep this nirjala vrat, know auspicious muhurat, mantra and puja vidhi for longevity and protection of children

જીતિયા વ્રત 2026: સંતાનના દીર્ઘાયુષ્ય અને રક્ષણ માટે રાખો આ નિર્જળા વ્રત, જાણો શુભ મુહૂર્ત, મંત્ર અને પૂજાવિધિ

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
જીતિયા વ્રત 2026: સંતાનના દીર્ઘાયુષ્ય અને રક્ષણ માટે રાખો આ નિર્જળા વ્રત, જાણો શુભ મુહૂર્ત, મંત્ર અને પૂજાવિધિ
સોર્સ : gstv

જીતિયા વ્રત (જીવિત્પુત્રિકા વ્રત) મુખ્યત્વે સંતાનના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે રાખવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, સંપૂર્ણ વિધિવિધાન સાથે આ વ્રત કરવાથી સંતાન પર આવતા તમામ સંકટો ટળી જાય છે અને તેને લાંબા આયુષ્યના આશીર્વાદ મળે છે.

જીતિયા વ્રત 2026: તિથિ અને શુભ મુહૂર્ત

નહાય-ખાય: ૨ ઓક્ટોબર, ૨૦૨૬ (શુક્રવાર)

જીતિયા વ્રત (નિર્જળા ઉપવાસ): ૩ ઓક્ટોબર, ૨૦૨૬ (શનિવાર)

વ્રતના પારણાં: ૪ ઓક્ટોબર, ૨૦૨૬ (રવિવાર)

મંત્ર જાપ માટે કઈ માળાનો ઉપયોગ કરવો?

જીતિયા વ્રતના દિવસે વ્રતી મહિલાઓએ સંતાનના સુખ, સમૃદ્ધિ અને રક્ષણ માટે પુત્રજીવકના બીજમાંથી બનેલી માળા પર 'સંતાન ગોપાલ મંત્ર'નો જાપ કરવો ઉત્તમ માનવામાં આવે છે. માન્યતા મુજબ, આ પવિત્ર માળાથી જાપ કરવાથી સંતાન પ્રાપ્તિની ઇચ્છા પૂર્ણ થાય છે તેમજ સંતાનને દીર્ઘાયુષ્ય અને નિરોગી કાયા પ્રાપ્ત થાય છે.

કયા મંત્રનો જાપ કરવો?

ॐ देवकीसुत गोविंद वासुदेव जगत्पते।

દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહં શરણં ગતઃ॥

આ સંતાન ગોપાલ મંત્ર છે. જીતિયા વ્રતના પાવન દિવસે સંપૂર્ણ શ્રદ્ધા અને એકાગ્રતાથી આ મંત્રનો જાપ કરવાથી સંતાન સંબંધિત તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મંત્ર જાપની યોગ્ય વિધિ

જીતિયા વ્રતના દિવસે સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરો.

પૂજા સ્થાન પર પૂર્વ દિશા તરફ મુખ રાખીને આસન પર બેસો.

ભગવાન શ્રીકૃષ્ણ (બાળગોપાલ) તેમજ જીમૂતવાહન ભગવાનનું ધ્યાન ધરો.

પુત્રજીવકની માળા વડે શાંત ચિત્તે સંતાન ગોપાલ મંત્રનો ઓછામાં ઓછો ૧૦૮ વખત (૧ માળા) જાપ કરો.

જાપ પૂર્ણ થયા બાદ સંતાનના દીર્ઘાયુષ્ય, તેજસ્વી ભવિષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરો.

જીતિયા વ્રત દરમિયાન ધ્યાનમાં રાખવાના નિયમો (શું ન કરવું?)

અન્ન-જળનો ત્યાગ: આ વ્રત અત્યંત કઠોર ગણાય છે, જેમાં અન્ન અને જળ ગ્રહણ કરવાનો નિષેધ હોય છે (નિર્જળા વ્રત).

તામસિક ભોજનથી દૂર રહેવું: નહાય-ખાયના દિવસથી જ લસણ, ડુંગળી કે માંસાહાર જેવા તામસિક ખોરાકનું સેવન સંપૂર્ણપણે ટાળવું જોઈએ.

નકારાત્મક વિચારો અને ક્રોધ પર નિયંત્રણ: વ્રત દરમિયાન મનમાં કોઈના પ્રત્યે દ્વેષભાવ ન રાખવો. ક્રોધ કરવો, અપશબ્દો બોલવા કે ગૃહક્લેશથી દૂર રહેવું.

જીવહિંસા અને વડીલોનું અપમાન ન કરવું: આ પવિત્ર દિવસે કોઈપણ નિર્દોષ જીવને કષ્ટ ન પહોંચાડવું અને ઘરના વડીલોના આશીર્વાદ લેવા, તેમનું અપમાન ક્યારેય ન કરવું.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

App Store