મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ થયા બાદ રથના લાકડાનો શું ઉપયોગ થાય છે?, જાણો રસપ્રદ વાત

Jagannath Rath Yatra : ઓરિસ્સાના પ્રસિદ્ધ તીર્થસ્થાન જગન્નાથપુરીમાં આ વર્ષે ભગવાન&nbs

જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ થયા બાદ રથના લાકડાનો શું ઉપયોગ થાય છે?, જાણો રસપ્રદ વાત

Jagannath Rath Yatra  : ઓરિસ્સાના પ્રસિદ્ધ તીર્થસ્થાન જગન્નાથપુરીમાં આ વર્ષે ભગવાન  જગન્નાથની રથયાત્રા 7મી જુલાઈથી શરૂ થશે અને 16મી જુલાઈએ સમાપ્ત થશે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજી જેમાં સવારી કરે છે તે રથનું નિર્માણ કાર્ય અક્ષય તૃતીયાના દિવસથી શરૂ થાય છે.

અક્ષય તૃતીયાના દિવસે લાકડાની વિધિવત પૂજા કર્યા બાદ રથનું બાંધકામ કરવાની પરંપરા છે. પરંતુ શું તમે જાણો છો કે રથયાત્રા પૂર્ણ થાય પછી રથના લાકડાનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવે છે? 

આધુનિક મશીનના ઉપયોગ વગર રથનું નિર્માણ 

જગન્નાથ યાત્રાના રથ લીમડા અને હાંસીના લાકડામાંથી બનાવવામાં આવે છે. જો કે લાકડા માટે વૃક્ષોની પસંદગી પણ ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવે છે, આ કામ માટે એક કમિટી પણ બનાવવામાં આવી છે. વૃક્ષો પસંદ કરીને તેના લાકડા કાપવામાં આવે છે અને પછી રથનું નિર્માણ કરવામાં આવે છે. રથ બનાવવામાં પણ મહિનાઓ લાગે છે કારણ કે તેના બાંધકામમાં આધુનિક મશીનોનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે.

રથયાત્રા બાદ રથના લાકડાનો શું ઉપયોગ થાય છે?  

રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તેમના માસી  ગુંડીચા દેવીના ઘરે 7 દિવસ આરામ કરવા જાય છે અને ત્યારબાદ ત્રણેય તેમના ઘરે પાછા ફરે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રથયાત્રાની સમાપ્તિ બાદ રથના કેટલાક ભાગોની હરાજી કરવામાં આવે છે. શ્રી જગન્નાથ વેબસાઇટ દ્વારા રથના ભાગોની હરાજી કરવામાં આવે છે. ઉપરાંત, આ ભાગો વિશે ઘણી બધી માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ રથના ભાગો ખરીદવા માટે કોઈપણ વ્યક્તિ વેબસાઈટ પર અરજી કરી શકે છે.

જો કે, રથના ભાગો ખરીદનાર કોઈપણ વ્યક્તિએ કેટલીક શરતો માનવી પડે છે. ઉદાહરણ તરીકે, કોઈ પણ વ્યક્તિ રથના ભાગોનો ખોટા હેતુ માટે ઉપયોગ કરી શકે નહીં. કોઈપણ વ્યક્તિ જે પણ ભાગ ખરીદે છે, તેને સુરક્ષિત રાખવાની સંપૂર્ણ જવાબદારી તેની રહે છે. રથના ભાગોમાં સૌથી મોંઘા ભાગ રથના પૈડાં છે.

રથના લાકડાનો ઉપયોગ મંદિરમાં બળતણ તરીકે થાય છે 

રથના ભાગોની હરાજી કર્યા પછી પણ ઘણા ભાગો બાકી રહે  છે. રથના આ ભાગોનો ઉપયોગ જગન્નાથ મંદિરમાં જ થાય છે. મોટે ભાગે, રસોડામાં દેવતાઓને પ્રસાદ રથના અવશેષોમાંથી બનાવવામાં આવે છે, એટલે કે રથના લાકડાનો ઉપયોગ બળતણ તરીકે થાય છે.

જગન્નાથ મંદિર વિશે કહેવાય છે કે ભક્તોની સંખ્યા ગમે તેટલી હોય પણ અહીં બનેલો પ્રસાદ ક્યારેય ખૂટતો નથી. જગન્નાથ મંદિરમાં દરરોજ હજારો ભક્તો આવે છે. જગન્નાથ રથયાત્રા દરમિયાન આ સંખ્યા લાખો સુધી પહોંચી જાય છે, પરંતુ ત્યારે પણ પ્રસાદ ક્યારેય ખૂટતો નથી. 

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો