મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

પગના તળિયામાં ખંજવાળ આવવી શુભ છે કે અશુભ? જાણો શું કહે છે સામુદ્રિક શાસ્ત્ર

સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના વિવિધ ભાગોના અભ્યાસ દ્વારા વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવ વિશે ઊંડી

પગના તળિયામાં ખંજવાળ આવવી શુભ છે કે અશુભ? જાણો શું કહે છે સામુદ્રિક શાસ્ત્ર
આ સમાચાર સાંભળો

સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના વિવિધ ભાગોના અભ્યાસ દ્વારા વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવ વિશે ઊંડી માહિતી આપવામાં આવી છે. આ શાસ્ત્રના નિષ્ણાતો માને છે કે શરીર પરના ચોક્કસ નિશાન અને અચાનક આવતી ખંજવાળ પણ શુભ કે અશુભ શુકનનો સંકેત આપે છે. ઘણીવાર આપણને હથેળી કે પગના તળિયામાં અચાનક ખંજવાળ આવે છે, જે પાછળ ખાસ કારણો છુપાયેલા હોય છે.

જમણા પગના તળિયામાં ખંજવાળ: સૌભાગ્યની નિશાની

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જો તમને જમણા પગના તળિયામાં અચાનક ખંજવાળ આવે, તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. આ સંકેત આપે છે કે તમે ટૂંક સમયમાં કોઈ લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો.

આર્થિક લાભ: જો આ યાત્રા વ્યવસાય કે વેપાર સાથે સંબંધિત હોય, તો તેમાં મોટો નાણાકીય નફો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. આ પ્રગતિ અને સફળતાનો સૂચક છે.

ડાબા પગના તળિયામાં ખંજવાળ: સાવધ રહેવાની જરૂર

હસ્તરેખા અને સામુદ્રિક શાસ્ત્ર મુજબ, ડાબા પગના તળિયામાં ખંજવાળ આવવી શુભ ગણાતી નથી. આ સંકેત સૂચવે છે કે ભવિષ્યમાં તમારે કોઈ મોટું આર્થિક કે માનસિક નુકસાન વેઠવું પડી શકે છે. જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ, તો તેને થોડા સમય માટે ટાળી દેવો હિતાવહ છે, કારણ કે આ યાત્રા કષ્ટદાયક સાબિત થઈ શકે છે.

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જમણા હાથમાં  અચાનક ખંજવાળ આવવી એ લક્ષ્મીના આગમનનો સંકેત છે. તે નજીકના ભવિષ્યમાં આર્થિક લાભ અથવા અટકેલા નાણાં પરત મળવાની શક્યતા દર્શાવે છે. તેનાથી ઉલટું, ડાબી હથેળીમાં ખંજવાળ આવવી એ અશુભ માનવામાં આવે છે. તે નાણાકીય વ્યય (ખર્ચ) અથવા કોઈ કિંમતી વસ્તુ ગુમાવવાનો ભય સૂચવે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો