મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

નવરાત્રિમાં હવન કેવી રીતે કરવામાં આવે છે? જાણો તેના મંત્ર અને પૂજાવિધિ

હિન્દુ ધર્મમાં હવન પૂજાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે હવન કરવાથી પૂજાન

નવરાત્રિમાં હવન કેવી રીતે કરવામાં આવે છે? જાણો તેના મંત્ર અને પૂજાવિધિ

હિન્દુ ધર્મમાં હવન પૂજાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે હવન કરવાથી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તેથી, નવરાત્રિના અંતિમ દિવસે હવન પૂજા ચોક્કસપણે કરવામાં આવે છે. જેઓ અષ્ટમીના દિવસે કન્યાની પૂજા કરે છે તેઓ અષ્ટમીના દિવસે હવન કરે છે, જ્યારે નવમીના દિવસે કન્યાની પૂજા કરનારાઓ રામનવમીના દિવસે હવન કરે છે.

હવન પૂજાવિધિ

  • હવનની શરૂઆત કરતા પહેલા જ્યાં હવન કરવાનો હોય તે જગ્યાને સારી રીતે સાફ કરો.
  • પછી હવન કુંડને સારી રીતે ધોઈને સાફ કરી લો અને તેને સૂકવી લો.
  • સૌથી પહેલા વિધિ પ્રમાણે દેવીની પૂજા કરો. પછી દેવીની સામે ધૂપ તથા દીવો કરો અને મીઠાઈઓ અર્પણ કરો.
  • આ પછી હવન કુંડમાં આંબાની લાકડીઓ અને ગાયના છાણનો શણગાર કરો.
  • લાકડીઓની વચ્ચે કપૂર અને ઘી મૂકો.
  • બીજી તરફ હવનની સામગ્રીમાં પણ થોડું ઘી નાખો.
  • ત્યારબાદ નવદુર્ગા, નવગ્રહ, ત્રિદેવ સહિત તમામ દેવી-દેવતાઓને ભોગ ચઢાવો.
  • પછી એક સૂકું નારિયેળ લો અને તેના પર નાડાછડી લપેટી લો.
  • તે નારિયેળની ઉપર ખીર, પુરી, લવિંગ, સોપારી, ફળ વગેરે મૂકીને હવન કુંડની મધ્યમાં સ્થાપિત કરો.
  • હવે યજ્ઞમાં બાકીની હવન સામગ્રી ચઢાવો. તમારી ક્ષમતા મુજબ હવનની થાળીમાં દક્ષિણા અર્પણ કરો.
  • આ પછી કપૂર અથવા ઘીના દીવાથી મા દુર્ગાની આરતી કરો.
  • પછી યજ્ઞ સ્થાન પર ઊભા રહીને હાથ જોડો અને પૂજા દરમિયાન થયેલી કોઈપણ ભૂલ માટે દેવી માની માફી માગો.
  • આરતી પછી, દેવીને ખીર, પુરી-ચણા, હલવો અને ફળો ચઢાવો અને પછી નાની કન્યાઓને ખવડાવો.
  • પછી ઘરની સૌથી નાની કન્યાના હસ્તે બધાના કપાળ પર તિલક લગાવડાવો.


નવરાત્રિ હવન મંત્ર

ओम आग्नेय नम: स्वाहा,
ओम गणेशाय नम: स्वाहा,
ओम गौरियाय नम: स्वाहा,
ओम नवग्रहाय नम: स्वाहा,
ओम दुर्गाय नम: स्वाहा,
ओम महाकालिकाय नम: स्वाहा,
ओम हनुमते नम: स्वाहा,
ओम भैरवाय नम: स्वाहा,
ओम कुल देवताय नम: स्वाहा,
ओम स्थान देवताय नम: स्वाहा,
ओम ब्रह्माय नम: स्वाहा,
ओम विष्णुवे नम: स्वाहा,
ओम शिवाय नम: स्वाहा.
ओम जयंती मंगलाकाली, भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवाधात्री स्वाहा स्वधा नमस्तुति स्वाहा.
ओम ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानु: शशि भूमि सुतो बुधश्च: गुरुश्च शुक्र शनि राहु केतव सर्वे ग्रहा शांति करा भवंतु स्वाहा.
ओम गुरुर्ब्रह्मा, गुरुर्विष्णु, गुरुर्देवा महेश्वर: गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नम: स्वाहा.
ओम शरणागत दीनार्त परित्राण परायणे, सर्व स्थार्ति हरे देवि नारायणी नमस्तुते.
ओम पूर्णमद: पूर्णमिदम् पुर्णात पूण्य मुदच्यते, पुणस्य पूर्णमादाय पूर्णमेल विसिस्यते स्वाहा.

હવનનું મહત્ત્વ

નવરાત્રિની સપ્તમી, અષ્ટમી અને મહાનવમી તિથિઓ પર હવનનું વિશેષ મહત્ત્વ હોવાનું કહેવાય છે. નવમી હવનને ચંડી હોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, હવન કરવાથી પરિવારમાં બધાનું સ્વાસ્થ્ય સારું રહે છે અને ઘરમાં સુખ- સમૃદ્ધિ તથા શાંતિ આવે છે. તેમજ ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

ડિસક્લેમર:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો