મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

વિવાહ પંચમીનો તહેવાર એમજ ઉજવવામાં નથી આવતો, આ છે પૂજાના ફાયદા

ભગવાન રામ ચેતના અને માતા સીતા પ્રકૃતિ શક્તિના પ્રતિક છે. ચેતના અને પ્રકૃતિના મિલનને સમર્પિત વિવાહ પંચમી 6 ડિસેમ્બરે ઉજવવામાં આ

વિવાહ પંચમીનો તહેવાર એમજ ઉજવવામાં નથી આવતો, આ છે પૂજાના ફાયદા

ભગવાન રામ ચેતના અને માતા સીતા પ્રકૃતિ શક્તિના પ્રતિક છે. ચેતના અને પ્રકૃતિના મિલનને સમર્પિત વિવાહ પંચમી 6 ડિસેમ્બરે ઉજવવામાં આવી રહી છે.

સનાતન શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી રામ અને માતા જાનકીના લગ્ન માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે થયા હતા. ભગવાન શ્રી રામ અને માતા જાનકીને સમર્પિત આ દિવસ મિથિલા અને અયોધ્યા સહિત દેશના તમામ રાજ્યોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ શુભ અવસર પર શ્રી રામ-જાનકીજીની પૂજા કરવામાં આવે છે.

આ પણ વાંચો : 2025માં એકાદશીનું વ્રત કયા દિવસે કરવામાં આવશે? જાણો નવા વર્ષમાં ઉપવાસોની સંપૂર્ણ સૂચિ

એવું માનવામાં આવે છે કે વિવાહ પંચમીની તારીખે રાજા જનકના દરબારમાં સ્વયંવર સભામાં ભગવાન શિવનું ધનુષ્ય તોડ્યા બાદ માતા સીતાએ ભગવાન શ્રી રામને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા હતા. આ કારણથી આ તિથિનું ધાર્મિક મહત્વ છે. આ તારીખ 5 ડિસેમ્બરે બપોરે 12:49 વાગ્યાથી શરૂ થઈ છે, જે 6 ડિસેમ્બર બપોરે 12:07 વાગ્યા સુધી રહેશે.  

 વિવાહ પંચમીની ઉજવણી કરવાથી તમને આ ફાયદાઓ મળે છે

આ દિવસે ભગવાન રામ અને માતા સીતાની પૂજા કરવાથી ખૂબ જ શુભ લાભ મળે છે. તેનાથી લગ્નજીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. આ સાથે જ વ્યક્તિને સારો અને યોગ્ય જીવન સાથી મળે છે. વિવાહિત જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય.

આ પણ વાંચો : વિવાહ પંચમીના દિવસે શું કરવું અને શું ન કરવું, જાણો અહીં તમામ નિયમો

એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે લગ્ન નથી થતા. વાસ્તવમાં માતા જાનકીએ લગ્ન પછી ઘણું દુ:ખ સહન કરવું પડ્યું હતું. જો કે, એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી રામ અને માતા સીતાની પૂજા કરવાથી સુખી લગ્નજીવનનું વરદાન મળે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો