વિવાહ પંચમીના દિવસે શું કરવું અને શું ન કરવું, જાણો અહીં તમામ નિયમો
હિન્દુ ધર્મમાં વિવાહ પંચમીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન રામ અને માતા સીતાના લગ્ન થયા હતા. વિવાહ પંચમીનો તહેવાર દર

હિન્દુ ધર્મમાં વિવાહ પંચમીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન રામ અને માતા સીતાના લગ્ન થયા હતા. વિવાહ પંચમીનો તહેવાર દર વર્ષે માગસર મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે.
આ વર્ષે વિવાહ પંચમી 6 ડિસેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે રામ અને સીતાની લગ્ન જયંતી ઉજવવામાં આવે છે. વિવાહ પંચમી પર રામજી અને માતા સીતાની વિધિવત પૂજા કરવામાં આવે છે. વિવાહ પંચમીના દિવસ માટે શાસ્ત્રોમાં કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. આ દિવસે અમુક કામ કરવું શુભ હોય છે અને અમુક કામ ન કરવા જોઈએ. આવો જાણીએ વિવાહ પંચમીના દિવસે શું કરવું અને શું ન કરવું.
આ પણ વાંચો : ભારતીય મૂળના આ બાળકનો IQ આલ્બર્ટ આઈન્સ્ટાઈન કરતા પણ વધું
વિવાહ પંચમીના દિવસે શું કરવું
- વિવાહ પંચમીના દિવસે ભગવાન રામ અને માતા સીતાની પૂજા કરો.
- આ દિવસે દાન આપવું જોઈએ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ.
- વિવાહ પંચમી પર ગંગા સ્નાન અને દાન કરવું શુભ માનવામાં આવે છે.
- આ દિવસે ભોજનમાં માત્ર સાત્વિક ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ.
- વિવાહ પંચમી નિમિત્તે રામ સીતાના મંદિરમાં ભજન કીર્તન કરવામાં આવે છે.
- વિવાહ પંચમીના દિવસે અવિવાહિત છોકરીઓએ જાનકી મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ.
વિવાહ પંચમીના દિવસે શું ન કરવું
- વિવાહ પંચમીના દિવસે ઈંડા, ડુંગળી, લસણ, માંસ અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ.
- આ દિવસે વાળ અને નખ કાપવા પણ યોગ્ય નથી માનવામાં આવતા.
- તમારે વિવાહ પંચમી પર જુગાર ન રમવો જોઈએ.
- વિવાહ પંચમી પર જીવનસાથી સાથે વિવાદ ન કરવો જોઈએ.
વિવાહ પંચમી મહત્વ
આ પણ વાંચો : 43,000 કરોડની સંપત્તિ ત્યાગી, આ ટેલિકોમ દિગ્ગજનો પુત્ર બન્યો ભગવાન બુદ્ધનો સંન્યાસી
વિવાહ પંચમીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ અવસર પર ભગવાન રામ અને માતા સીતાની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે રામ મંદિરમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિવાહ પંચમીના દિવસે દાન કરવાથી ભક્તને શુભ ફળ મળે છે. રામ અને સીતાજીના લગ્ન આદર્શ દામ્પત્ય જીવન જીવવાની પ્રેરણા આપે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








