Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Various oils that are useful for moisturizing dry skin

Sahiyar: રૂક્ષ ત્વચાને નમી પૂરી પાડતા ઉપયોગી વિવિધ તેલ

Timeછેલ્લું અપડેટ : 06 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Sahiyar: રૂક્ષ ત્વચાને નમી પૂરી પાડતા ઉપયોગી વિવિધ તેલ
સોર્સ : GSTV

શિયાળામાં ઠંડીના કારણે ત્વચા રૂક્ષ થઇ જતી હોય છે. ત્વચાને નમી પુરી પાડવા માટે વિવિધ તેલના માલિશ ફાયદાકારક નીવડે છે. 

App Store

કોપરેલ

કોપરેલનું તેલ ત્વચા માટે ફાયદાકારક પુરવાર થયું છે. તે ત્વચાને નમી પુરી પાડવાની સાથેસાથે ડાઘ-ધાબા પણ દૂર કરે છે. શિયાળામાં આ તેલ જામી જતું હોવાથી તેને ક્રીમની માફક લગાડી શકાય છે. આ તેલ ત્વચાની સાથેસાથે વાળ માટે પણ લાભકારક નીવડે છે. ગરમ પાણીથી સ્નાન કર્યા પછ ીત્વચા કુદરતી નમી ગુમાવી બેસતી હોય છે. તેથી સ્નાન બાદ કોપરેલથી માલિશ કરવાથી ફાયદો થાય છે. 

લવન્ડર ઓઇસ

લવન્ડર ઓઇલ બજારમાં સરળતાથી મળે છ.ેચહેરા પરના ખીલ અને ત્વચાની ઇરિટેશનની સમસ્યા માટે લવન્ડર ઓઇલ ફાયદાકાર છે. આ એક કુદરતી એન્ટિસેપ્ટિક છે. તે સીબમના ઉત્પાદનને નિયંત્રિત કરે છે. તેને કોઇ પણ ક્રીમ સાથે ભેળવીને પણ લગાડી શકાય છે. 

ટી ટ્રી ઓઇલ

ટી ટ્રી ઓઇલમાં બેકટેરિયલ અને એન્ટી ફંગલ ગુણસમાયેલા છે. જેથી તે ત્વચા પરની ખંજવાળ અને રૂક્ષ ત્વચ ામાટે ફાયદાકારક છે. જોકે આ તેલને કોપરેલ અથવા તો બદામના તેલ સાથે ભેળવીને જ ઉપયોગમાં લેવું જોઇએ. જેમાં બદામ અથવા કોપરેલનો ભાગ વધારે અને ટી ટ્રીઓઇલનો ભાગ ઓછો હોવો જોઇએ. કોપરેલ તેમજ બદામના તેલના ૧૨ ટીપાં હોય તો ટી ટ્રી ઓઇલના ેક-બે ટીપાંજ ભેલવવા

જૈતુનનું તેલ

જૈતુનના તેલનો ઉપયોગ ચહેરા પર કરવો. તે ત્વચાને મુલાયમ કરવાની સાથેસાથે તેને પોષણ પણ આપે છે. ઓલિવ ઓઇલમાં વિટામિન ્ને ખનિજ ભરપુર માત્રામાં સમાયેલા હોય છે. તે એક કુદરતી મોઇશ્ચરાઇઝર પણ છે. શિયાળામાં રૂક્ષ ત્વચા પર જૈતુનના તેલથી માલિશ ફાયદાકારક નીવડે છે. 

બદામનું તેલ

બદામનુંતેલ વધુ પડતી રૂક્ષ ત્વચા માટેગુમકારી છે. તેનાથી માલિશકરવાથી ત્વચા મુલાયમ થાય છે. બદામના તેલમાં ફેટી એસીડ હોય છે જે ત્વચામાં નમી પુરી પાડે છે. શિયાળામાં બદામનું તેલ લાભદાયી નીવડે છે. ખાસ કરીને ત્વચા રૂક્ષ હોય તો ફેસ પેકમાં પણ બદામના તેલને ભેળવી શકાય છે. ઉપરાંત તેને ઇંડાની જરદીમાં પણ ભેળવીને ફેસ પેક તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. 

જોજોબા ઓઇલ

જોજોબા ઓઇલ ત્વચા સાથે જલદી ભળી જતું હોય છે. તેમજ તેમાં જિંક, કોપર વિટામિન બી અને ઇ સમાયેલા હોય છે. જે લગાડવાથી ત્વચા યુવાન દેખાય છે. તેમજ રૂક્ષ ત્વચાને મુલાયમ કરે છે. 

ઓર્ગન ઓઇલ

ઓર્ગન ઓઇલ બજારમાં સરળતાથી મળી જાય છે. તે ત્વચા સાથે જલદી ભળી જતુ ંહોય છે. તેમજ  ત્વચાને લાંબા સમય સુધી હાઇડ્રેટ અને મુલાયમ રાખે છે. તેને લગાડવાથી ત્વચા પર સોજો હોય તો તે પણ ઓછો થાય છે. ખીલ પર પણ રાહત આપે છથે. તૈલીય ત્વચાવાળા પણ આ તેલને ઉપયોગ કરી શકે છે. 

- જયવિકા આશર