Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Learn how to dress up and what to do for a New Year's party

Sahiyar: નવા વર્ષની પાર્ટી માટે કઈ રીતે સજ્જ અને શું કરવું તે જાણો

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar: નવા વર્ષની પાર્ટી માટે કઈ રીતે સજ્જ અને શું કરવું તે જાણો
સોર્સ : GSTV

જો તમે આ શહેરમાં જ યોજનારી કોઈ પાર્ટીમાં જવાના હો તો આ પાંચ ચીજો જરૂરી બની જાય છે. જૂના જૂતા, બ્લેન્ડ ઈન ને બદલે સ્ટેન્ડ આઉટ ક્લોથ્સ, હેન્ગ ઓવર ખતમ કરતી ગોળીઓની ડબ્બી, કમરપટ્ટો અને બકલ્સ તથા બ્રોચ.

App Store

બધા જ લોકો કહે છે કે કપડાંમાં  કાળા અને ધોળા આઉટ છે. કમ સે કમ સ્ત્રીઓએ તો  બ્લેક એન્ડ વ્હાઈટથી દૂર જ રહેવું જોઈએ.

એક તો ડ્રેઈન પાઈપના આકારવાળા વ્હાઈટ સ્ટ્રેચ  ટ્રાઉઝર મુંબઈની સ્ત્રીઓને એટલા પસંદ પડી ગયા છે કે એનો કેડો જ નથી મૂકતી અને કાળા રંગના વિવિધ ટૂંકા  ડ્રેસીસનું પણ એમને વળગણ  થઈ ગયું  છે. પણ આ વખતે નવા વર્ષની પાર્ટીમાં એ બ્લેક એન્ડ વ્હાઈટને અલવિદા  કહી દો.

એક ફેશન ડિઝાઈનર કહે છે કે આ વખતે રંગીન કપડાં જ ઈન થીંગ છે. પછી ભલે એ લીલા, જાંબુડિયા કે ઘેરા ગુલાબી રંગના હોય. આ ત્રણમાંથી  કોઈ પણ રંગના શેડેડ કપડાં બેસ્ટ છે. પ્લેઈન કપડાં ચાલશે, પરંતુ પ્રિન્ટ્સ વધુ સારા.

આ વખતે જાનવરની  ચામડીની ડિઝાઈનવાળી પ્રિન્ટ્સ બહુ ચાલશે અને પુરુષો માટે સિલ્ક પર સાપની ચામડીની  ડિઝાઈનવાળા કપડાં.

એક  ફેશન ડિઝાઈનર કહે છે કે આ વખતે ઢીલા કુર્તાને પણ ફગાવી દો. જો તમને ચુસ્ત કપડાંને બદલે લૂઝ કપડાં પસંદ હોય તો ગળા પર જ્વેલરી સહિતના કફતાન ટોપ્સ પસંદ કરો. આ સિઝનમાં  એ બહુ ચાલ્યા છે.

એક ખભાવાળા ડ્રૂપી કફતાનની ભલામણ કરતાં કહે છે કે આ ડ્રેસ રમણીયતા ઊભારે છે.

લિબિન એટલે કે શણમાંથી બનાવેલા કપડાંનો  તો વિચાર જ નહીં કરતાં

વેલ્વેટ એકદમ નજીક રહીને ડાન્સ કરવા માટે બેસ્ટ છે, પરંતુ ફાલ્ગુની  કહે છે કે વેલ્વેટનું  શર્ટ તરત જ વાસ મારવા લાગે છે. શ્વાસ સરળતાથી લઈ શકાય એવા કપડાં જ પહેરો અને શરીરને ચીટકે એવા કપડાંથી દૂર રહો સિવાય કે તમને જિમમાં જવાનો   બહુ વધુ પડતો શોખ હોય.

નવા વર્ષમાં કપડાં માટે એક જ નિર્ધાર કરો. શિફોન અને જ્યોર્જટ ઈન છે. જો તમે વધુ  ભવ્યતા ઈચ્છતા હો તો થોડું ઘણું સિલ્ક ચાલશે.શાઈનિંગનો સવાલ છે ત્યાં સુધી લાલ રંગનો બહુ ઉપયોગ થયો,  હવે એને મૂકી દો.

નવા વર્ષની પાર્ટીમાં શૂઝ બહુ અગત્યના છે. ખરેખર આમ તો તમને શહેરના વિવિધ સ્ટોર્સમાં અનેક પ્રકારના ફેન્સી શૂઝ મળી રહેશે. શૂઝ દેખાવમાં સુંદર અને ભવ્ય  હોય અને ઠીક છે. પરંતુ નવા વર્ષની પાર્ટીમાં જો ખરેખર રૂઆબ પાડવો હોય અને થોડી અકડાઈ દેખાડવી હોય તો જૂના અને ફાટેલા શૂઝ પહેરો. આ કોઈ ઓસ્કાર નાઈટ નથી. આ પાર્ટીમં લોકો મોટે ભાગે તમારી કમરથી ઉપરના ભાગ પર ધ્યાન આપવાના છે. માટે મહેરબાની કરીને નવા જૂતાં પહેરાતાં જ નહીં. ભલે એ ગમે તેવા કમ્ફર્ટેબલે લાગે. વેજ્ડ હિલ્સવાળા અને સ્કિન ટોનવાળા અથવા ટ્રાન્સપરન્ટ શૂઝ બેસ્ટ છે. 

પુરુષો માટે પોતાની અભિવ્યક્તિનું  શ્રેષ્ઠ માધ્યમ શૂઝ તથા કમરપટ્ટા છે

આ વખતે કોઈપણ પ્રકારના મેચિંગની ખટપટમાં ન પડતાં. ખાસ તો કપડાં અને એસેસરીનું મેચિંગ તો કરતાં જ નહીં. તમારા ઈમરાલ્ડ કે લાઈટ ગ્રીન ડ્રેસની સાથે રૂબી એરિંગ્સ અને લાલ રંગના સેન્ડલ પહેરો. એરિંગ્સ અને  શૂઝનાં રંગનું મેચિંગ કરો અથવા  બેગના રંગનું મેચિંગ કરો અથવા બેગના રંગનું મેચિંગ શૂઝ સાથે કરો, પરંતુ કોઈપણ એસેસરીનું મેચિંગ કપડાના રંગ સાથે ન કરો.

આ  વર્ષની પાર્ટીમાં નેકલેસ તો ન જ પહેરવો એવો નિર્ધાર કરી લો. તે ખોવાઈ  જવાની  શક્યતા બહુ જ હોય છે. આ વખતે બ્રોચ જરૂરી બની ગયા છે.  પછી ભલે એ આર્ટના ડેકોરેશનવાળા હોય કે ન હોય. ઈયરરિંગ કે બ્રેસલેટ પણ ચાલે. પુરુષો ચાંદીની વીંટી કે મેટ  ફિનિશિંગવાળા નેકલેસ પસંદ કરી શકે છે. કમરપટ્ટા કે શૂઝમાં ચામડાંના રંગની ઝાંય પુરુષો માટે પૂરતી અભિવ્યક્તિ છે. સ્ત્રીઓ માટે ઝીણા નકશીકામવાળા બકલ  બેસ્ટ