Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : Most beautiful train journeys in South India

Travel Tips / જીવનમાં એકવાર જરૂર કરો દક્ષિણ ભારતના આ ટ્રેન રૂટની મુસાફરી, ક્યારેય નહીં ભૂલો અનુભવ

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2024
લાઇવ ટીવીGoogle News
Travel Tips / જીવનમાં એકવાર જરૂર કરો દક્ષિણ ભારતના આ ટ્રેન રૂટની મુસાફરી, ક્યારેય નહીં ભૂલો અનુભવ

ભારતમાં ટ્રેનથી વધુ સારું પરિવહનનું કોઈ સાધન નથી. દેશમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. લાંબા અંતરની મુસાફરી માટે, ટ્રેનથી સારો કોઈ વિકલ્પ નથી. મુસાફરીના શોખીન લોકો પણ ઓછા બજેટમાં ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ જો તમને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સુંદર ખીણો જોવા મળે તો? દેશમાં એવા ઘણા ટ્રેન રૂટ છે, જ્યાંના સુંદર નજારા જોવા માટે લોકો સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરે છે.

App Store

આ પણ વાંચો: Travel Destination / ઉત્તરાખંડમાં પણ છે મિની સ્વિટ્ઝર્લેન્ડ, જાણો ક્યારે અને કેવી રીતે જવું ફરવા

અત્યાર સુધી તમે કાશ્મીર અને રાજસ્થાનના સુંદર ટ્રેન રૂટ્સ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આજના લેખમાં અમે તમને દક્ષિણ ભારતના ટ્રેન રૂટ્સ વિશે માહિતી આપીશું. આ રૂટ પરથી પસાર થયા પછી તમને અનુભવ જીવનભર યાદ રહેશે.

બેંગલુરુથી ગોકર્ણ

ગોકર્ણ માત્ર કર્ણાટકના લોકો માટે જ નહીં પરંતુ દેશના શિવભક્તો અને બિચ લવર્સ માટે પણ સૌથી પ્રિય સ્થળ છે. જ્યારે તમે બેંગલુરુથી ગોકર્ણની ટ્રેનમાં જાઓ છો, ત્યારે તમને રસ્તામાં લીલાછમ કોફીના બગીચા અને સુંદર પુલ જોવા મળશે. આ ટ્રેન રૂટ ગાઢ લીલા જંગલોમાંથી પસાર થાય છે. જો તમે આ રૂટ દ્વારા મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમે કારવાર એક્સપ્રેસ દ્વારા મુસાફરી કરવાનો પ્લાન બનાવી શકો છો. 711 કિલોમીટરનું અંતર આવરી લેતો આ ટ્રેન રૂટ સવારે 7 વાગ્યે યશવંતપુર જંકશનથી શરૂ થાય છે. આ ટ્રેન અઠવાડિયામાં માત્ર 3 વખત ચાલે છે.

વર્કલાથી કન્યાકુમારી

કન્યાકુમારી દક્ષિણ ભારતની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. કેરળના વર્કલાથી શરૂ થઈને કન્યાકુમારી સુધી જતી આ ટ્રેન રૂટનો નજારો જોયા પછી તમને વારંવાર તેની મુસાફરી કરવાનું મન થશે. જ્યારે તમે આ ટ્રેનમાં મુસાફરી કરો છો, ત્યારે તમે સુંદર ખીણનો નજારો જોઈ શકો છો. આઈલેન્ડ એક્સપ્રેસ વર્કલાથી કન્યાકુમારી સુધી ચાલે છે. ટ્રેન લગભગ 4 કલાકમાં 127 કિલોમીટરનું અંતર કાપે છે. આ ટ્રેન વર્કલાથી સવારે 10:55 વાગ્યે ઉપડે છે.

મેટ્ટુપાલયમથી ઉટી

ઉટીને તમિલનાડુના સૌથી ખાસ હિલ સ્ટેશનોમાંથી એક ગણવામાં આવે છે. આ હિલ સ્ટેશન ખૂબ જ સુંદર છે. ઉટી તેના ખુશનુમા વાતાવરણ માટે પ્રખ્યાત છે. તેમજ સુંદર લીલાછમ ચાના બગીચા માટે પણ જાણીતું છે. મેટ્ટુપાલયમથી ઉટી સુધીનો ટ્રેન રૂટ તમને હંમેશા યાદ રહેશે. નીલગીરી માઉન્ટેન રેલ્વે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની યાદીમાં પણ સામેલ છે. આના પરથી તમે સમજી શકો છો કે અહીંનો નજારો તમને નિરાશ નહીં કરે. મેટ્ટુપાલયમથી ઉટી ટ્રેન લગભગ 4.75 કલાકમાં 46 કિલોમીટરનું અંતર કાપે છે.