મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Hair Care Tips / ઉનાળામાં માત્ર ચહેરાની જ નહીં, સ્કેલ્પની પણ રાખો સંભાળ; અપનાવો આ 8 ટિપ્સ

શિયાળો પૂરો થઈ ગયો છે અને હવામાન ગરમ થવા લાગ્યું છે. તીવ્ર સૂર્યપ્રકાશથી પરસેવો અને ધૂળ ફક્ત તમારી ત્વચાને

Hair Care Tips / ઉનાળામાં માત્ર ચહેરાની જ નહીં, સ્કેલ્પની પણ રાખો સંભાળ; અપનાવો આ 8 ટિપ્સ

શિયાળો પૂરો થઈ ગયો છે અને હવામાન ગરમ થવા લાગ્યું છે. તીવ્ર સૂર્યપ્રકાશથી પરસેવો અને ધૂળ ફક્ત તમારી ત્વચાને જ નહીં પરંતુ તમારા સ્કેલ્પને પણ અસર કરી શકે છે. સ્કેલ્પ પર પરસેવો જમા થવાથી ખંજવાળ, ડેન્ડ્રફ, ફંગલ ઇન્ફેક્શન, વાળ ખરવા અને દુર્ગંધ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ઉનાળામાં ફક્ત તમારા ચહેરાની જ નહીં, પરંતુ તમારા સ્કેલ્પની પણ કાળજી એટલી જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ. જેને અપનાવીને તમે ઉનાળામાં તમાર સ્કેલ્પની સંભાળ રાખી શકો છો.

સ્કેલ્પની યોગ્ય સંભાળ કેવી રીતે લેવી?

નિયમિત સફાઈ ખૂબ જ જરૂરી

ઉનાળામાં પરસેવો અને ગંદકી તમારા સ્કેલ્પ પર ઝડપથી જમા થાય છે, જે પોર્સને બંધ કરી શકે છે. અઠવાડિયામાં 2-3 વખત માઈલ્ડ અને સલ્ફેટ ફ્રી શેમ્પૂથી વાળ ધોવો, જેથી સ્કેલ્પ પર જમા થયેલી ગંદકી દૂર થઈ જાય.

ઠંડા અથવા હૂંફાળા પાણીનો ઉપયોગ કરો

ગરમ પાણી સ્કેલ્પમાંથી ભેજ છીનવી શકે છે, તેને સૂકવી શકે છે. તેથી તમારા વાળને હંમેશા ઠંડા અને હૂંફાળા પાણીથી ધોવો, જેથી સ્કેલ્પને ઠંડક મળે.

અઠવાડિયામાં એકવાર તેલ માલિશ

નાળિયેર, બદામ અથવા લીમડાના તેલથી હળવા હાથે માલિશ કરો. આ સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે, તેને હાઈડ્રેટ કરે છે અને ઇન્ફેક્શન અટકાવે છે.

હેર માસ્ક લગાવો

એલોવેરા, દહીં અને લીમડાના પાવડરથી બનેલો હેર માસ્ક સ્કેલ્પને ઠંડક આપે છે તેમજ બળતરા અને ખંજવાળમાં રાહત આપે છે. ઉનાળામાં આ કુદરતી ઉપાય અત્યંત ફાયદાકારક છે.

સ્કાર્ફનો ઉપયોગ કરો

તીવ્ર સૂર્યપ્રકાશ સ્કેલ્પને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, તડકામાં બહાર નીકળતી વખતે હંમેશા તમારા માથાને સ્કાર્ફ, ટોપી અથવા દુપટ્ટાથી ઢાંકો.

શરીરને હાઈડ્રેટેડ રાખો

પાણીનો અભાવ સ્કેલ્પમાં ડ્રાયનેસ અને ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે. દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવો, નાળિયેર પાણી અને લીંબુ પાણી જેવા પીણાંને પણ સામેલ કરો.

કેમિકલવાળા પ્રોડક્ટ્સ ટાળો

ઉનાળામાં હેર જેલ, સ્પ્રે અથવા ભારે સીરમનો ઉપયોગ ઓછો કરો, કારણ કે આ સ્કેલ્પના પોર્સને બંધ કરી શકે છે અને વાળના મૂળને નુકસાન પહોંચાડી શકે છે.

પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાઓ

વિટામિન A, E અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક, જેમ કે પાલક, સૂકા ફળો, બીજ અને તાજા ફળો, સ્કેલ્પને અંદરથી પોષણ આપે છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો