મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Hair Care Tips / વાળ ધોયા બાદ વધુ તૂટે છે? તો જરૂર ફોલો કરો હેર વોશની આ સરળ ટિપ્સ

દરેક વ્યક્તિ સુંદર, નરમ અને સ્વસ્થ વાળ ઈચ્છે છે. પરંતુ વાળની ​​યોગ્ય સંભાળ ફક્ત તેલ લગાવવ

Hair Care Tips / વાળ ધોયા બાદ વધુ તૂટે છે? તો જરૂર ફોલો કરો હેર વોશની આ સરળ ટિપ્સ

દરેક વ્યક્તિ સુંદર, નરમ અને સ્વસ્થ વાળ ઈચ્છે છે. પરંતુ વાળની ​​યોગ્ય સંભાળ ફક્ત તેલ લગાવવા અથવા મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા વિશે નથી. તમારા વાળ યોગ્ય રીતે ધોવા એ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે.

ઘણા લોકો વાળ ધોવાને રૂટિન માને છે અને ઉતાવળ કરે છે, પરંતુ અયોગ્ય રીતે વાળ ધોવાથી વાળને નુકસાન થઈ શકે છે. અહીં અમે કેટલીક સરળ છતાં અસરકારક ટિપ્સ આપી રહ્યા છીએ, જે તમને હેર વોશને હેલ્ધી હેર કેર રૂટિનનો ભાગ બનાવવામાં મદદ કરશે. ચાલો તેમના વિશે જાણીએ.

હેશ વોશ કરતા પહેલા કોમ્બ કરો

હેર વોશ કરતા પહેલા વાળને કોમ્બ કરો, જેથી વાળ ધોતી વખતે ભીના વાળ તૂટવાની સંભાવના ઓછી થઈ જાય.

હંમેશા હૂંફાળા પાણીથી શરૂઆત કરો

ગરમ પાણી વાળનું ​​ભેજ છીનવી શકે છે અને ઠંડુ પાણી તેને અસરકારક રીતે સાફ નથી કરતું. હૂંફાળું પાણી સ્કેલ્પના પોર્સ ખોલવામાં અને ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. તેથી હૂંફાળા પાણીથી શરૂઆત કરો.

સ્કેલ્પ અનુસાર શેમ્પૂ પસંદ કરો

જો તમારું સ્કેલ્પ ઓઈલી હોય, તો ડીપ-ક્લીન્સિંગ શેમ્પૂ પસંદ કરો અને જો તે ડ્રાય હોય, તો હાઈડ્રેટિંગ શેમ્પૂ પસંદ કરો. સલ્ફેટ ફ્રી શેમ્પૂ હંમેશા વધુ સારું છે.

શેમ્પૂને સીધું ન લગાવો

શેમ્પૂને હાથમાં લઈને પાણી સાથે હળવા ફીણ બનાવો અને પછી તેને તમારા સ્કેલ્પ પર લગાવો. તેનાથી શેમ્પૂ સારી રીતે ફેલાય છે અને નુકસાન નથી કરતું.

સ્કેલ્પની માલિશ કરો

તમારી આંગળીઓથી સ્કેલ્પ પર હળવા હાથે માલિશ કરો. આ બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે અને હેર ગ્રોથને પ્રોત્સાહન આપે છે.

છેડા પર વધુ પડતું શેમ્પૂ ન લગાવો

શેમ્પૂને પાણી સાથે સ્કેલ્પ પર રાખો, ફીણ તમારા વાળની ​​લંબાઈ સાથે તેની જાતે ફેલાશે.

યોગ્ય રીતે કન્ડિશનર લગાવો

ફક્ત તમારા વાળની ​​લંબાઈ પર જ કન્ડિશનર લગાવો. તેને સ્કેલ્પ પર લગાવવાથી ચીકણાપણું અને વાળ ખરવાનું કારણ બની શકે છે.

નરમ ટુવાલથી સુકાવો

ભીના વાળને જોરશોરથી ઘસો નહીં, તેના બદલે નરમ ટુવાલથી તેને ધીમેથી દબાવીને સૂકવો.

વારંવાર વાળ ધોવાનું ટાળો

દરરોજ તમારા વાળ ધોવાથી તેનું કુદરતી તેલ છીનવાઈ જાય છે. અઠવાડિયામાં 2-3 વાર વાળ ધોવા પૂરતા છે.

હેર વોશની યોગ્ય ટેકનીક ફક્ત તમારા વાળને સ્વચ્છ જ નથી રાખતી, પરંતુ તેમને સ્વસ્થ, મજબૂત અને ચમકદાર પણ બનાવે છે. આ ટિપ્સનું પાલન કરીને તમે તમારા વાળની ​​સુંદરતા જાળવી શકો છો અને વાળની ​​સમસ્યાઓથી બચી શકો છો.

આ સમાચાર શેર કરો