મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

સવારે ઉઠતાની સાથે જ પગમાં ઝણઝણાટી થાય છે? કળતર થવાના આ હોય છે કારણો

શરીરને હેલ્ધિ રાખવા માટે વિવિધ પ્રકારના પ્રયત્નો કરવા પડે છે. જેમ કે પોષણયુક્ત ભોજન સાથે શરીરને ચુસ્ત ર

સવારે ઉઠતાની સાથે જ પગમાં ઝણઝણાટી થાય છે? કળતર થવાના આ હોય છે કારણો

શરીરને હેલ્ધિ રાખવા માટે વિવિધ પ્રકારના પ્રયત્નો કરવા પડે છે. જેમ કે પોષણયુક્ત ભોજન સાથે શરીરને ચુસ્ત રાખવા સમયસર કસરત કરવી વગેરે. પરંતુ કેટલીકવાર શરીરમાં એવા લક્ષણો દેખાવા લાગે છે જેનું યોગ્ય કારણ સમજી શકાતું નથી. એવી જ એક સમસ્યા એટલે હાથ-પગમાં કળતર. ઘણાં લોકોને કળતર થવી સામાન્ય બાબત છે. ઘણી વાર આ સમસ્યા સતત બેસી રહેવાથી કે ઉભા રહેવાથી, શરીરના કોઈપણ ભાગ પર લાંબા સમય સુધી વજન રાખી મુકવાથી આવું થતું હોય છે. પરંતુ જો આવું ન કર્યું હોય છતાં પણ જો આવી સમસ્યા રહેતી હોય તો તમારે તેનું કારણ જાણવું જોઈએ.

હાથ અને પગમાં કળતરનું કારણ શું છે?

હાથ અને પગમાં કળતર થવાના ઘણા કારણો હોઈ શકે છે. 

1) વિટામિનની ઉણપને કારણે પણ આવી સમસ્યા થઈ શકે છે. શરીરની  નસો-જ્ઞાનતંતુઓને સ્વસ્થ રાખવા માટે શરીરને કેટલાક વિટામિન્સ જરૂરી છે. જેમ કે વિટામિન B12, વિટામિન B6, વિટામિન B1, વિટામિન E, વિટામિન B9 અથવા ફોલેટ. કોષો માટે ઉર્જા ઉત્પન્ન કરવા માટે વિટામિન B12 એક આવશ્યક સ્રોત  માનવામાં આવે છે. જો શરીરમાં કોઈપણ વિટામિનની ઉણપ હોય તો આવી સમસ્યા સર્જાતી હોય છે.

2) ડાયાબિટીસને કારણે હાથ પગમાં કળતર કે ઝણઝણાટી થતી હોય છે. બ્લડ સુગરની વધુ પડતી માત્રાથી શરીરની નસો નબળી પડે છે. આને કારણે શરીરના જ્ઞાનતંતુઓને લોહી સપ્લાય કરતી રક્તવાહિનીઓને પણ નુકસાન થાય છે. જ્યારે ચેતાઓને પૂરતો ઓક્સિજન મળતો નથી, ત્યારે તેઓ યોગ્ય રીતે કામ આપતી નથી.

3) જ્યારે આસપાસના પેશીઓમાંથી નસો પર ખૂબ દબાણ થવા લાગે ત્યારે ઘણી વખત નસ સૂકાઈ જવાનો અનુભવ થતો હોય છે. શરીરના ઘણા ભાગોમાં ચેતા સંકુચિત થઈ શકે છે અને હાથ અથવા પગને અસર કરી શકે છે, જેના કારણે કળતર, સુન્નતા અને દુઃખાવાનો અનુભવ થાય છે.

4) કિડની ફેલ્યોર ત્યારે થાય છે જ્યારે કિડની શરીર પ્રમાણે યોગ્ય રીતે કામ કરતી નથી. હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ કિડની ફેલ થવાનું કારણ બને છે. જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરે ત્યારે શરીરમાં પ્રવાહી કચરો એકત્ર થાય છે. આવા કચરાને લીધે ચેતાઓને નુકસાન પહોંચે છે. શરીરમાં આવી સ્થિતિ થાય ત્યારે પણ હાથ અને પગમાં કળતરની લાગણી અનુભવાય છે.

5) વધુ પડતો આલ્કોહોલ પીવાથી પણ ચેતા અને પેશીઓને નુકસાન થઈ શકે છે. તેમાં વિટામિન B12 અને ફોલેટ જેવા જરૂરી પોષક તત્વો ઓછા થઈ જાય છે, જેની ચેતા પર ખૂબ જ ખરાબ અસર પડે છે. શરીરમાં આવું થાય ત્યારે પણ હાથ અને પગમાં કળતર જેવી સમસ્યા થઈ શકે છે.

ડિસક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. GSTV તેની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો