PHOTO : પીએમ મોદીની આ પાઘડી રહી હતી ચર્ચામાં, જુઓ 12 વર્ષમાં પહેરેલા સાફાનો લુક
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બર 2025ના રોજ 75મો જન્મદિવસ છે. આ અવસર પર દેશમાં આજે ઉત્સાહનો માહોલ છે

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બર 2025ના રોજ 75મો જન્મદિવસ છે. આ અવસર પર દેશમાં આજે ઉત્સાહનો માહોલ છે. નરેન્દ્ર મોદી તેમના મહત્વપૂર્ણ અને દ્રઢ નિર્ણય શક્તિ માટે વિશ્વભરમાં જાણીતા છે. જેથી પાર્ટીના નેતા આ દિવસને ''સેવા દિવસ'' તરીકે ઉજવી રહ્યા છે. દરેક વર્ષે સ્વતંત્રતા દિવસ પર તેમના ભાષણ પર સમગ્ર વિશ્વની નજર હોય છે. અને સ્વતંત્રતા દિવસ પર તેમણે પહેરેલા પોષક અને પાઘડી હંમેશા ચર્ચાઓમાં રહે છે. તો અહીં જાણો તેમની પાઘડીઓની વિશેષતાઓ અને વિવિધાતાઓ.
છેલ્લા 12 વર્ષોના શાસનમાં આવો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લુક
વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે સમગ્ર દેશવાસીઓને પહેલી વખત લાલ કિલ્લા પરથી સંબોધિત કર્યા હતાં. જ્યારે તેમણે લાલ અને લીલા રંગની પારંપરિક રાજસ્થાની બંધેજ પાઘડી પહેરી હતી.
વર્ષ 2015માં તેમણે ક્રિસ-ક્રોસ રાજસ્થાની શૈલીની પીળા અને લાલ રંગ સાથે ઘાટા લીલા રંગની પાઘડી પહેરી હતી.
વડાપ્રધાને 2016માં ગુલાબી અને પીળા રંગની ટાઈ-ડાઈ શૈલીની પાઘડી પહેરી હતી. જેની ખાસિયત તેની અનોખી ડિઝાઇન હતી જેમાં અનેક રંગોના મિશ્રણ હતા.
વર્ષ 2017માં તેમણે ભૌમિતિક પેટર્ન વાળી ચમકદાર પાઘડી પહેરી હતી. આ રંગીન પાઘડી સાંસ્કૃતિક વિરાસત અને રાષ્ટ્રીય ગૌરવને દર્શાવતી હતી.
2018માં વડાપ્રધાને ભગવા (કેસરી રંગ) રંગની પાઘડી પહેરી હતી. આ રંગ બલિદાન અને સાહસનું પ્રતિક છે.
વર્ષ 2019ના પોષકમાં પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ જોવા મળ્યું હતું. જે જટિલ ભરતકામથી સજાવેલી આ રાજસ્થાની પાઘડી રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક બની હતી.
2020માં સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિક એવા કેસરી અને ક્રીમ રંગની પાઘડી પહેરી હતી. ટ
2021માં પીએમએ કેસરી અને લાલ પેટર્ન વાળી પાઘડી પહેરી હતી અને જેની સાથે તેમણે વાદળી રંગનું જેકેટ પણ પહેર્યું હતું. જે લોકો માટે ચર્ચાનો વિષય રહ્યો હતો.
વર્ષ 2022માં મોદીએ નારંગી અને લીલા રંગની પટ્ટીઓથી સજાવેલી સફેદ પાઘડી પહેરી હતી. જે ભારતીય રાષ્ટ્ર ધવજની છબી સમાન હતી.
2023માં બાંધણી પ્રિન્ટ વાળી બહુરંગી રાજસ્થાની શૈલીની પાઘડી પહેરી હતી. જેમાં પીળા અને લાલ રંગના શેડ શામેલ હતા.








