મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ઉસ્તાદ ઝાકિર હુસૈનના મૃત્યુનું કારણ બન્યો આ રોગ, તેનો નથી કોઈ ઈલાજ

ઉસ્તાદ ઝાકિર હુસૈનનું રવિવારે 73 વર્ષની વયે અવસાન થયું હતું. 3 અઠવાડિયાથી તેમની સારવાર ચાલી રહી હતી. તેમની તબિયતમાં

ઉસ્તાદ ઝાકિર હુસૈનના મૃત્યુનું કારણ બન્યો આ રોગ, તેનો નથી કોઈ ઈલાજ

ઉસ્તાદ ઝાકિર હુસૈનનું રવિવારે 73 વર્ષની વયે અવસાન થયું હતું. 3 અઠવાડિયાથી તેમની સારવાર ચાલી રહી હતી. તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે તેઓ હૃદયની સમસ્યાથી પીડાતા હતા. જોકે, તેમના પરિવારે એક નિવેદન બહાર પાડ્યું હતું કે ઝાકિર હુસૈનને આઈડિયોપેથિક પલ્મોનરી ફાઈબ્રોસિસ છે. જેના કારણે તેમણે જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો: પદ્મશ્રી ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધન, અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ

આઈડિયોપેથિક પલ્મોનરી ફાઈબ્રોસિસ શું છે?

આઈડિયોપેથિક પલ્મોનરી ફાઈબ્રોસિસ ફેફસાનો રોગ છે. આમાં, ફેફસાના પેશીઓમાં ફાઈબ્રોસિસ થાય છે. તેના કારણે ફેફસાની એલવિઓલર દિવાલ જાડી થઈ જાય છે અને ઓક્સિજનપહોંચવામાં મુશ્કેલી થાય છે. ધીમે ધીમે ફેફસાની ઓક્સિજન લેવાની ક્ષમતા ઘટતી જાય છે. આ રોગનો હજુ સુધી કોઈ ઈલાજ નથી. જીવનને લાંબુ અને સરળ બનાવવા માટે દવાઓનો ઉપયોગ થાય છે.

આ લક્ષણો દેખાય છે

આ રોગ મોટે ભાગે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને થાય છે. આમાં સ્થિતિ ધીમે ધીમે બગડતી જાય છે. શરૂઆતમાં લક્ષણ સૂકી ઉધરસ છે. જેમ જેમ રોગ વધતો જાય છે તેમ તેમ સખત મહેનત, કસરત કે ક્યાંય પણ ચઢતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આઈપીએફના દર્દીઓ થાક પણ અનુભવે છે. ક્યારેક નખ જાડા દેખાવા લાગે છે જેને નેઈલ ક્લબિંગ કહેવાય છે. 60થી 70 વર્ષની ઉંમરના લોકોમાં રોગનું આ જોખમ વધારે હોય છે.

રિસ્ક ફેક્ટર

  • ધૂમ્રપાન
  • ફેમિલી હિસ્ટ્રી
  • ઓટો ઈમ્યુન ડિસીઝ
  • વાયરલ ચેપ

કેવી રીતે બચાવ કરવો

  • દર વર્ષે ફલૂ અને ન્યુમોનિયાની રસી લો.
  • દરરોજ કસરત કરો.
  • ધૂમ્રપાન ન કરો.
  • સ્વસ્થ અને સંતુલિત આહાર લો.

આ સમાચાર શેર કરો