ચોમાસામાં ફરવા માટે સલામત છે રાજસ્થાનની આ જગ્યાઓ, જુલાઈ-ઓગસ્ટમાં ફરવાનો પ્લાન બનાવો
દેશના કેટલાક ભાગોમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ગરમીથી રાહત આપનારી આ સિઝન મોટાભાગના લોકોને ગમે છે. કેટ

દેશના કેટલાક ભાગોમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ગરમીથી રાહત આપનારી આ સિઝન મોટાભાગના લોકોને ગમે છે. કેટલાક લોકોને આ સિઝનમાં મુસાફરી કરવી પણ ગમે છે. પરંતુ ક્યારેક વરસાદના કારણે પ્લાન કેન્સલ કરવો પડે છે. આ સિવાય ચોમાસામાં કયાંય પણ ફરવા જાવ તો અમુક બાબતોનું ધય્ન રાખવું જરૂરી બની જાય છે. આ સિઝનમાં પહાડો પર ફરવા જવું થોડું જોખમી હોઈ શકે છે.
પરંતુ આજે અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાંની મુસાફરી આ સિઝનમાં પણ સલામત હોઈ શકે છે, અહીં અમે રાજસ્થાનની વાત કરી રહ્યા છીએ. ચોમાસામાં ટ્રિપ પ્લાન કરવા માટે આ સારી જગ્યા છે. અહીં તમને વધારે ગરમી નહીં લાગે. આ સાથે અહીં ફરવા માટેના સ્થળોની પણ કમી નથી. અમે તમને રાજસ્થાનમાં ફરવાલાયક સ્થળો વિશે જણાવીએ રહ્યા છીએ.તમે તમારા પરિવાર સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો.
માઉન્ટ આબુ
જો તમે ચોમાસામાં રાજસ્થાનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો તમે માઉન્ટ આબુની મુલાકાત લઈ શકો છો. આ સ્થળો આખું વર્ષ પ્રવાસીઓથી ભરેલા રહે છે. પરંતુ ચોમાસાની ઋતુમાં આ સ્થળ વધુ સુંદર બની જાય છે. તમે અહીં આવીને પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો. તમે અહીં એડવેન્ચર એક્ટિવિટી પણ કરી શકો છો.
કુંભલગઢ
રાજસ્થાનનું કુંભલગઢ વરસાદની ઋતુમાં ખૂબ જ સુંદર જગ્યા છે. અહીં આવીને તમે વિશાળ કિલ્લો પણ જોઈ શકો છો. કુંભલગઢમાં તમે બાદલ મહેલ, રાણકપુર જૈન મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિરની મુલાકાત લઈ શકો છો. વિશ્વની બીજી સૌથી મોટી દિવાલ પણ અહીં છે.
ઉદયપુર
ઉદયપુરને તળાવોનું શહેર પણ કહેવામાં આવે છે. ચોમાસામાં આ જગ્યા વધુ સુંદર બની જાય છે. અહીં અરવલ્લીની પહાડીઓનો સુંદર નજારો પણ જોઈ શકાય છે. તમે અહીં પરિવાર, મિત્રો સાથે અથવા એકલા આવી શકો છો. જો તમારી પાસે સમય હોય, તો તમે બાયોલોજિકલ પાર્ક અને સજ્જનગઢ પેલેસની મુલાકાત પણ લઈ શકો છો.
બાંસવાડા
જો તમે રાજસ્થાનના બાંસવાડાની મુલાકાત નથી લીધી, તો અહીં જવાનો પ્લાન બનાવો. અહીં તમને એક અલગ જ નજારો જોવા મળશે. તેને 100 ટાપુઓનું શહેર પણ કહેવામાં આવે છે. આ સ્થળ સોલો ટ્રાવેલર માટે પણ શ્રેષ્ઠ છે.








