મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe : હવે રેસ્ટોરન્ટ જેવો પરફેક્ટ ફાલૂદા બનાવો મિનિટોમાં, મહેમાનો પણ આંગળા ચાટતા રહી જશે!

આકરી ગરમીમાં જો કંઈક ઠંડું, મીઠું અને રિફ્રેશિંગ મળી જાય, તો આખો દિવસ સુધરી જાય છે. 'મેંગો રબડી ફાલૂદા'

Recipe : હવે રેસ્ટોરન્ટ જેવો પરફેક્ટ ફાલૂદા બનાવો મિનિટોમાં, મહેમાનો પણ આંગળા ચાટતા રહી જશે!
આ સમાચાર સાંભળો

આકરી ગરમીમાં જો કંઈક ઠંડું, મીઠું અને રિફ્રેશિંગ મળી જાય, તો આખો દિવસ સુધરી જાય છે. 'મેંગો રબડી ફાલૂદા' એક એવો જ શાનદાર ડેઝર્ટ છે જેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. ઘણાને લાગે છે કે ફાલૂદા બનાવવો અઘરો છે, પણ આ રીતથી તમે મિનિટોમાં તે તૈયાર કરી શકશો.

જરૂરી સામગ્રી 

  • પાકા આંબા (કેરી): 2 નંગ (એક પ્યુરી માટે અને એક ઝીણા ટુકડા માટે)
  • રબડી: 2 કપ (તૈયાર અથવા ઘરે બનાવેલી)
  • ફાલૂદા સેવ: 1 કપ (બાફેલી)
  • તકમરિયાના બીજ: 2 નાની ચમચી (પાણીમાં પલાળેલા)
  • રોઝ સીરપ: 2 મોટી ચમચી
  • ડ્રાય ફ્રૂટ્સ: બદામ અને પિસ્તાના ટુકડા (ગાર્નિશ માટે)
  • આઈસ્ક્રીમ: 2 સ્કૂપ (વેનીલા અથવા મેંગો ફ્લેવર)

બનાવવાની રીત 

1. તૈયારી

સૌ પ્રથમ તકમરિયાના બીજને અડધા કપ પાણીમાં 15-20 મિનિટ માટે પલાળી દો. તે ફૂલીને જેલી જેવા થઈ જશે (તેની તાસીર ખૂબ ઠંડી હોય છે). ફાલૂદા સેવને પેકેટ પરની સૂચના મુજબ બાફી લો અને તરત જ ઠંડા પાણીથી ધોઈ લો જેથી તે ચોંટી ન જાય.

2. કેરીની પ્યુરી

એક કેરીને છોલીને મિક્સરમાં પાણી નાખ્યા વગર પીસી લો અને ઘટ્ટ પ્યુરી બનાવી લો. બીજી કેરીના નાના ચોરસ ટુકડા કરી લો.

3. ઇન્સ્ટન્ટ રબડી (જો તૈયાર ન હોય તો)

અડધો લીટર ફૂલ ક્રીમ દૂધ ઉકાળીને થોડું ઘટ્ટ કરો અને તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી દો. તેને ફ્રીજમાં એકદમ ઠંડું કરી લો.

4. ગ્લાસ એસેમ્બલ કરવાની રીત

બે સુંદર કાચના ગ્લાસ લો અને સૌથી નીચે 1-1 ચમચી પલાળેલા તકમરિયા નાખો.
તેના પર 1 ચમચી રોઝ સીરપ એવી રીતે નાખો કે ગ્લાસની દીવાલ પર તે દેખાય.
હવે બાફેલી ફાલૂદા સેવનું એક લેયર બનાવો.
તેના ઉપર તાજી મેંગો પ્યુરી અને કેરીના ટુકડા ઉમેરો.
હવે ગ્લાસમાં ઠંડી-ઠંડી રબડી ભરો.
સૌથી ઉપર આઈસ્ક્રીમનો એક મોટો સ્કૂપ મૂકો.

5. ગાર્નિશિંગ

ઉપરથી કાપેલા બદામ, પિસ્તા, ચેરી અને કેરીના ટુકડાથી સજાવો. તમે ઈચ્છો તો ઉપરથી થોડું રોઝ સીરપ પણ છાંટી શકો છો.

ખાસ ટિપ્સ

ફાલૂદાની ખરી મજા ત્યારે જ આવે જ્યારે તેની દરેક સામગ્રી એકદમ ઠંડી (Chilled) હોય. ગ્લાસમાં પીરસતા પહેલા બધી જ વસ્તુઓને ફ્રીજમાં સારી રીતે ઠંડી કરી લેવી.

આ સમાચાર શેર કરો