મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Beauty Tips / શિયાળામાં રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ ભૂલો, ડ્રાય થઈ શકે છે તમારી ત્વચા

શિયાળામાં લોકોની ત્વચા ઘણીવાર ડ્રાય અને ડલ બની જાય છે. જો તમે રાત્રે સૂતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન ન રા

Beauty Tips / શિયાળામાં રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ ભૂલો, ડ્રાય થઈ શકે છે તમારી ત્વચા

શિયાળામાં લોકોની ત્વચા ઘણીવાર ડ્રાય અને ડલ બની જાય છે. જો તમે રાત્રે સૂતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન ન રાખો તો તમારી સમસ્યા ઘણી વધી શકે છે. શિયાળામાં ત્વચાની ડ્રાયનેસથી છુટકારો મેળવવા માટે, તમારે રાત્રે સૂતા પહેલા આવી ભૂલોનું પુનરાવર્તન કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારી ત્વચા પર વિપરીત અસર થઈ શકે છે.

આ પણ વાંચો: શું શિયાળામાં પણ ત્વચા પર દેખાવા લાગે છે પિમ્પલ્સ? તો ધ્યાનમાં રાખો આ બાબતો

મેકઅપ રીમુવ કરવાનું ન ભૂલો

શું તમે પણ મેકઅપ રીમુવ કર્યા વગર સુઈ જાવ છો? જો હા, તો તમારી આ ભૂલ તમારી ત્વચાને માત્ર ડ્રાય જ નહીં કરે, પરંતુ પિમ્પલ્સનું કારણ પણ બની જશે. રાત્રે સૂતા પહેલા, મેકઅપ રીમુવ કરવા માટે ફેસ વોશનો ઉપયોગ કરી શકો છો. જો તમે તમારો ચહેરો ધોવા નથી માંગતા, તો તમે વેત વાઈપ્સનો પણ ઉપયોગ કરી શકો છો.

ગરમ પાણીનો ઉપયોગ ન કરો

જો તમે રાત્રે ઓફિસેથી ઘરે પાછા ફર્યા બાદ ખૂબ જ ગરમ પાણીથી ચહેરો ધોઈ લો છો તો તમારે સાવધાન રહેવું જોઈએ. ચહેરો ધોવા માટે ખૂબ ગરમ પાણીનો ઉપયોગ કરવાથી તમારી ત્વચાનું મોઇશ્ચર ઘટી શકે છે, જેના કારણે તમારી ત્વચા ડ્રાય થઈ શકે છે.

મોઇશ્ચરાઇઝર લગાવો

શું તમે જાણો છો કે રાત્રે મોઈશ્ચરાઈઝર ન લગાવવાથી ત્વચાની ડ્રાયનેસ વધી શકે છે. શિયાળામાં, તમારે તમારા નાઈટ સ્કિન કેર રૂટીનમાં મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે નિયમિતપણે મોઇશ્ચરાઇઝર લગાવવાથી તમે તમારી સ્કિનને બેબી સોફ્ટ પણ બનાવી શકો છો.

માસ્ક લગાવીને ન સૂવું

જો તમે હળવાશ અનુભવવા માટે રાત્રે ચહેરા પર માસ્ક લગાવીને સૂઈ જાઓ છો, તો તમારે આ આદત સુધારવી જોઈએ. તમારા ચહેરા પર કેમિકલ્સ આધારિત ફેસ માસ્ક આખી રાત રાખવાથી તમારી ત્વચા પર વિપરીત અસરો થઈ શકે છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો