મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe : આ સ્ટેપ્સથી બનાવો પનીર કોફ્તા, આંગળીઓ ચાટતા રહી જશે ઘરના લોકો

શું તમે પણ પનીર કડાઈ ખાઈ-ખાઈને કંટાળી ગયા છો? તો આ વખતે કોફ્તા બનાવીને ખાઓ. પનીર કોફ્તા નાન તેમજ પરાઠા સાથે ખાવાની મજા આવ

Recipe : આ સ્ટેપ્સથી બનાવો પનીર કોફ્તા, આંગળીઓ ચાટતા રહી જશે ઘરના લોકો

શું તમે પણ પનીર કડાઈ ખાઈ-ખાઈને કંટાળી ગયા છો? તો આ વખતે કોફ્તા બનાવીને ખાઓ. પનીર કોફ્તા નાન તેમજ પરાઠા સાથે ખાવાની મજા આવે છે. પનીર કોફ્તા એક બેસ્ટ રેસિપી છે. પનીર કોફ્તા તમે આ સ્ટેપ્સથી ઘરે બનાવીને ખાશો તો મજા પડી જશે. પનીર કોફ્તા બનાવવામાં વધારે મહેનત નહીં પડે. તમે બહુ ઓછી વસ્તુઓની મદદથી ઘરે પનીર કોફ્તા બનાવી શકો છો. તો નોંધી લો રીત અને ફટાફટ ઘરે બનાવો પનીર કોફ્તા.

સામગ્રી

200 ગ્રામ પનીર
બે બાફેલા બટાકા
બેસન
કાળા મરીનો પાવડર
હળદર
મરચું
ગરમ મસાલો
મકાઈનો લોટ
મીઠું
આદુ-લસણની પેસ્ટ
કોથમીર
અખરોટની પેસ્ટ
કિશમિશ

બનાવવાની રીત

  • આ બધી વસ્તુઓને મિક્સ કરીને આમાં થોડું તેલ નાખો અને બોલ્સ બનાવો.
  • આ બોલ્સને લગભગ અડધો કલાક માટે ફ્રિજમાં મૂકી દો.
  • પછી ગોલ્ડન રંગનાં ત્યાં સુધી ફ્રાય કરી લો.
  • ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરી દો.
  • તેલ ગરમ થઈ જાય એટલે એમાં ઈલાયચી, તજ અને લવિંગ નાખો.
  • કડાઈમાં કટ કરેલી ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ નાખીને સાંતળી લો.
  • આ બધી પ્રોસેસ થઈ જાય પછી ટામેટાં અને અખરોટની પેસ્ટ એડ કરો.
  • હવે આમાં એક ચમચી ધાણાજીરું, હળદર, લાલ મરચું અને એક કપ પાણી મિક્સ કરો.
  • કડાઈમાં ગરમ મસાલો, કાળા મરીનો પાવડર, કસૂરી મેથી, મીઠું અને ચપટી ખાંડ મિક્સ કરો.
  • આ ગ્રેવીને ધીમા ગેસે થવા દો અને સતત હલાવતા રહો.
  • જ્યારે તમારી ગ્રેવી બની જાય ત્યારે એમાં કોફ્તા મિક્સ કરો.
  • પનીર કોફ્તા ટેસ્ટી બનાવવા માટે ઉપરથી ક્રશ કરેલાં અખરોટ, ક્રીમ નાખીને મિક્સ કરો. આમ કરવાથી ટેસ્ટ વધારે બનશે.
  • પનીર કોફ્તા તમે પ્રોપર આ રીતથી બનાવશો તો ટેસ્ટમાં સુપર ટેસ્ટી બનશે અને ખાવાની બહુ મજા આવશે.

આ સમાચાર શેર કરો