Recipe / શિયાળામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે ખજૂરનો હલવો, આ રીતે ઘરે જ બનાવી લો
શિયાળામાં ઘણા લોકો અલગ-અલગ પ્રકારના હલવા બનાવતા હોય છે. લોકો ખાસ કરીને ગાજરનો હલવો ખૂબ પસંદ કરે છે. પરંતુ આજે અમ

શિયાળામાં ઘણા લોકો અલગ-અલગ પ્રકારના હલવા બનાવતા હોય છે. લોકો ખાસ કરીને ગાજરનો હલવો ખૂબ પસંદ કરે છે. પરંતુ આજે અમે તમને ખજૂરના હલવા વિશે જણાવીશું. ખજૂરનો હલવો એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે જે ખજૂર, દૂધ, ઘી અને ડ્રાય ફ્રુટ્સમાંથી બને છે. તે તહેવારો અને ખાસ પ્રસંગો દરમિયાન બનાવવામાં આવતી એક લોકપ્રિય મીઠાઈ પણ છે.
સ્વાદિષ્ટ હોવા સાથે આ હલવો શિયાળામાં તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખશે. આ હલવો બનાવવામાં એકદમ સરળ છે અને ઘરે પણ બનાવી શકાય છે.
સામગ્રી
- 1 કપ ખજૂર
- 1/2 કપ દૂધ
- 1/4 કપ ઘી
- 1/4 કપ સમારેલા ડ્રાય ફ્રુટ્સ (બદામ, પિસ્તા, કાજુ)
- 1/4 ચમચી એલચી પાવડર
બનાવવાની રીત
- એક પેનમાં ખજૂર અને દૂધ નાખો અને ખજૂર નરમ થાય ત્યાં સુધી મધ્યમ તાપ પર રાંધો.
- જ્યારે ખજૂર નરમ થઈ જાય, ત્યારે તેને બ્લેન્ડરમાં પીસી લો.
- હવે એક કડાઈમાં ઘી ગરમ કરો, તેમાં પીસેલો ખજૂર ઉમેરો અને મધ્યમ તાપ પર સાંતળો.
- ખજૂરનો રંગ સોનેરી થાય ત્યારે તેમાં સમારેલા ડ્રાય ફ્રુટ્સ અને એલચી પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- હલવાને ધીમા તાપે 5-7 મિનિટ સુધી અથવા તે ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો.
- હવે બાઉલમાં હલાવો કાઢી તેને ડ્રાય ફ્રુટ્સથી ગાર્નીશ કરો.
- ખજૂરના હલવોને ગરમ અને ઠંડો બંને રીતે પીરસી શકો છો.






