Recipe : શિયાળામાં બનાવો ગાજરનો હલવો, આ રીત અપનાવશો તો બનશે સ્વાદિષ્ટ ડીશ
શિયાળામાં ગાજરનો હલવો ખાવાનું કોને ન ગમે? જ્યારે શિયાળામાં ગાજરની સિઝન આવે છે, ત્યારે લોકો ગાજરનો હલવો બનાવે છે અને તેને ખૂબ ખાય

શિયાળામાં ગાજરનો હલવો ખાવાનું કોને ન ગમે? જ્યારે શિયાળામાં ગાજરની સિઝન આવે છે, ત્યારે લોકો ગાજરનો હલવો બનાવે છે અને તેને ખૂબ ખાય છે. ટેસ્ટી ગાજરનો હલવો ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. જોકે કેટલાક લોકોને ગાજરનો હલવો બનાવવો પરેશાની લાગે છે, તો આજે તમને ગાજરનો હલવો બનાવવાની સૌથી સરળ રીત જણાવશું. તમે કુકરમાં ગાજરનો હલવો પણ બનાવી શકો છો. જાણો શું છે ગાજરનો હલવો બનાવવાની સરળ રેસિપી?
Recipe : શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ બાજરીના લાડુ, બનાવવાની રીત છે એકદમ સરળ
કુકરમાં ગાજરનો હલવો કેવી રીતે બનાવશો?
પહેલું સ્ટેપ- ગાજરનો હલવો બનાવવા માટે પહેલા 1 કિલો જાડા ગાજર લો. ગાજરને હળવા હાથે છોલી લો અને પછી ધોઈને છીણી લો. હવે કુકરમાં ગાજર નાખો અને 2 સીટી વાગે ત્યાં સુધી ધીમી આંચ પર પકાવો. તેનાથી ગાજર સંપૂર્ણપણે પાકી જશે.
બીજુ સ્ટેપ- કૂકરનું પ્રેશર છૂટી જાય પછી તેને ખોલીને ગાજર મિક્સ કરો. હવે જો તમે દૂધ સાથે ગાજરનો હલવો બનાવતા હોવ તો એક પેનમાં 1 લીટર ફુલ ક્રીમ મિલ્ક નાખીને તેને પકાવો. જ્યારે દૂધ ઘટ્ટ થઈને માવા જેવું થઈ જાય ત્યારે તેમાં બાફેલા ગાજર ઉમેરો.
ત્રીજું સ્ટેપ- જો તમારી પાસે માવો હોય તો બાફેલા ગાજરમાં માવો ઉમેરો. હવે તેમાં અડધો કિલો ખાંડ અથવા તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછી ખાંડ ઉમેરો. બધું મિક્સ કરો અને પકાવો અને 2-3 પીસી લીલી એલચી ઉમેરો.
ચોથું સ્ટેપ- જ્યારે ગાજરનો હલવો તૈયાર થઈ જાય ત્યારે તેમાં 1-2 ચમચી દેશી ઘી નાખો. બધી સામગ્રીને ઘીમાં સારી રીતે મિક્સ કરો અને પછી ઉપર ઝીણા સમારેલા કાજુ, બદામ અને પિસ્તા ઉમેરો. તૈયાર છે સ્વાદિષ્ટ ગાજરનો હલવો.








