બાળકો સાથે રોજ સાથે બેસીને જમવાથી મળે છે આ 3 મોટી જીવન શીખ!

મોટાભાગના ઘરોમાં નાના બાળકોને પહેલા જમાડીને સુવડાવી દેવાની દિનચર્યા જોવા મળે છે. ત્યારબાદ જ પેરેન્ટ્સ અને મોટા બાળકો સાથે ભોજન કરે છે. ફેમિલી મિલટાઇમમાં નાના બાળકોને સાથે બેસાડીને જમાડવું ભલે મુશ્કેલ કામ લાગતું હોય, પરંતુ તેના અનેક ફાયદા પણ છે.
બાળકોને સાથે બેસાડીને જમાડવાના આ હોય છે ફાયદા
નખરા ઓછા કરે છે: પરિવાર સાથે બેસીને જમતા પ્રી-સ્કૂલર બાળકોમાં ખાવાને લઈને નખરા ઓછા થઈ જાય છે. તેમનામાં ફળ અને શાકભાજી ખાવાની ટેવ પણ વધુ હોય છે. જો નાના બાળકોને જાતે જ ફૂડને સ્પર્શ કરવા, ખાવા અને તેને એક્સપ્લોર કરવા દેવામાં આવે તો તેના સેન્સરી ડેવલપમેન્ટમાં પણ મદદ મળે છે.
જમવાનો એક રૂટિન બને છે: નિયમિતપણે બાળકોને સાથે બેસાડીને જમાડવાથી તેની ભૂખનો અંદાજો આવી જાય છે અને એક રૂટિન બને છે. સ્ક્રીન સામે બેસીને જમવાને બદલે ટેબલ પર જમવાથી બાળકોમાં અટેન્શન વધે છે અને ઓવરઈટિંગનું જોખમ પણ ઘટી જાય છે.
સોશિયલ સ્કિલ શીખે છે: જો આખો પરિવાર સાથે મળીને હળવા વાતાવરણમાં ભોજન કરે તો બાળકોમાં ખાવાને લઈને એક પોઝિટિવ વિચારસરણી વિકસિત થાય છે. બાળકો વગર કયા દબાણે અલગ-અલગ પ્રકારના ફ્લેવર ચાખી શકે છે. ટેબલ મેનર્સ શીખવાનો પણ આ એક સારો મોકો હોય છે. તેનાથી તેને ખબર પડે છે કે બધાની વચ્ચે કઈ રીતે બેસવું, ચમચીનો ઉપયોગ કઈ રીતે કરવો અને એકબીજાની નાની-મોટી મદદ કઈ રીતે કરવી.
આ રીતે બનાવી શકો છો મિલ ટાઇમને સરળ
બાળકને ડિનરમાં જ સામેલ કરવામાં આવે તે જરૂરી નથી, તેને લંચ ટાઇમ અથવા સંડે બ્રેકફાસ્ટનો પણ હિસ્સો બનાવી શકો છો.
બાળકના માટે અલગથી ખુરશી લગાવો અને તેની સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખો જેથી તેઓ પડી ન જાય.
બાળકને પણ એ જ પીરસો જે આખા પરિવાર માટે બન્યું હોય. બસ, તમે તેની ઉંમરના હિસાબે તેમાં થોડા-ઘણા ફેરફાર કરી શકો છો. જેમ કે ગાજર કે સફરજન આખું આપવાને બદલે તેની પ્યૂરી બનાવી શકો છો.
તમારા બાળક પર આખું ભોજન પુરૂ કરવાનું દબાણ ન નાખો. તેનાથી તે ટેન્શનમાં આવી જશે અને ખાવાને લઈને નેગેટિવિટી આવી શકે છે. તેને પોતાની ભૂખ જાતે નક્કી કરવા દો.
ટેબલ અથવા બાળકના કપડાં ગંદા થઈ જવાને લઈને પરેશાન ન થાઓ. બાળકો ખાવા સાથે જેટલા કમ્ફર્ટબલ હશે, તેનો વિકાસ તેટલો જ સારો થશે.









