Relationship Tips / કપલની આવકમાં મોટો તફાવત છે? તો આ રીતે ઉકેલો પૈસા સંબંધિત ઝઘડા
સંબંધમાં કપલ વચ્ચે તેમની દિનચર્યા, ખાણીપીણી કે અન્ય નાની-નાની બાબતો પર ઝઘડા થાય છે એટલું જ નહીં, જો બંને કામ કરતા હ

સંબંધમાં કપલ વચ્ચે તેમની દિનચર્યા, ખાણીપીણી કે અન્ય નાની-નાની બાબતો પર ઝઘડા થાય છે એટલું જ નહીં, જો બંને કામ કરતા હોય તો ક્યારેક સમય અને પૈસાને કારને પણ ઝઘડા થાય છે. ખાસ કરીને જ્યારે બંનેની આવકમાં મોટો તફાવત હોય તો પૈસા અંગેની દલીલો ઘણીવાર ગંભીર ઝઘડામાં ફેરવાય છે, જે પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. જો કે, થોડી સમજણથી તમે આ ગંભીર પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકો છો.
વર્કિંગ કપલ્સમાં તણાવનું મુખ્ય કારણ પૈસા છે. એવા ઘણા કપલ્સ છે જે સેલેરી ગેપ જેવા સંવેદનશીલ મુદ્દાને હળવાશથી લે છે અને તે સંબંધોમાં તણાવનું સૌથી મોટું કારણ બની જાય છે. તેથી આજે અમે તમને કેટલીક ટીપ્સ આપવા જઈ રહ્યા છીએ જે આ તણાવનો સામનો કરવામાં મદદ કરી શકે છે.
ભાષાની સંભાળ રાખો
જો તમારી વચ્ચે ક્યારેય પૈસાને લઈને દલીલ થાય છે, તો ગુસ્સે થશો નહીં અને એવું કંઈપણ ન બોલો કે તમને પાછળથી પસ્તાવો થશે. દલીલો દરમિયાન મારા પૈસા, તમારા પૈસા જેવા શબ્દોનો ઉપયોગ કરશો નહીં. આ પાર્ટનરના મનમાં શરમ અને અસુરક્ષાની લાગણી પેદા કરે છે.
ખુલીને વાતચીત કરો
પૈસાના વિષય પર ખુલીને ચર્ચા કરવાથી ઘણી સમસ્યાઓ ઉકેલી શકાય છે. જો તમે તમારા પગારને લઈને કોઈપણ પ્રકારનો સંકોચ અથવા અસુરક્ષા અનુભવો છો, તો તેને તમારા પાર્ટનર સાથે શેર કરો. જાતે કંઈ ન વિચારો અને કોઈપણ સમસ્યા માટે પાર્ટનરની સલાહ લો. જો તમારો પગાર ઓછો છે, તો બિનજરૂરી ખર્ચા બંધ કરો, કારણ કે ઝઘડાનું આ પણ એક મોટું કારણ છે. તમારા પાર્ટનર સાથે ચર્ચા કરો કે તમે બચત કેવી રીતે કરી શકો છો.
એકલા કોઈ નિર્ણય ન લો
જો તમારે ઘર, કાર અથવા કંઈપણ મોંઘી વસ્તુ ખરીદવ હોય તો આવા નિર્ણયો એકલા ન લો, પરંતુ તમારા પાર્ટનરને પણ સામેલ કરો. એકલા નિર્ણયો લઈને તમારો પગાર તેના કરતા વધુ છે તેવું ન જતાવો.
આ નાની-નાની બાબતોને ધ્યાનમાં રાખીને તમે પૈસાને લઈને ચાલી રહેલા વિવાદોને ઘણી હદ સુધી હલ કરી શકો છો.








