મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Health Tips: ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે દિવસમાં કેટલી વાર જમવું જોઈએ?

ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ડાયટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. કારણ કે ખાવાપીવાની ઘણી ભૂલો

Health Tips: ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે દિવસમાં કેટલી વાર જમવું જોઈએ?

ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ડાયટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. કારણ કે ખાવાપીવાની ઘણી ભૂલો તમારા સુગર લેવલને વધારી શકે છે અને, તેનાથી ડાયાબિટીસ મેનેજમેન્ટ બગડી શકે છે. સુગરના દર્દીઓ અવારનવાર એ મૂંઝવણમાં હોય છે કે, તેમણે દિવસમાં કેટલી વાર ખાવું જોઈએ, જેથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે. ઘણા લોકો દિવસમાં એકવાર જમે છે, તો કેટલાક લોકો 2 કે 3 વાર પેટ ભરીને ખાય છે. હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો, ડાયાબિટીસમાં માત્ર 'શું ખાવું' એ જ જરૂરી નથી, પરંતુ 'કેટલી વાર ખાવું' તે પણ એટલું જ મહત્વનું છે. આમાં બેદરકારી રાખવાથી સુગર કંટ્રોલ બગડી શકે છે.

ડાયટિશિયન જણાવે છે કે, ડાયાબિટીસના દર્દીઓએ દિવસમાં 2 વાર હેવી મીલ્સ લેવાને બદલે 5થી 6 નાના મીલ્સ લેવા જોઈએ. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી અથવા એકસાથે વધુ ખાવાથી બ્લડ સુગર અચાનક વધી કે ઘટી શકે છે. 

થોડી-થોડી વારે સંતુલિત માત્રામાં ખાવાથી શરીરને સતત ઉર્જા મળતી રહે છે અને સુગર લેવલ સ્થિર રહે છે. સવારનો નાસ્તો ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી મહત્વનો ગણાય છે. રાત્રિના લાંબા ઉપવાસ પછી જો નાસ્તો સ્કીપ કરવામાં આવે, તો બ્લડ સુગર અસંતુલિત થઈ શકે છે. નાસ્તામાં ઓટ્સ, દલિયા, ઈંડા, ફણગાવેલા કઠોળ અથવા વેજીટેબલ ઉપમા જેવા વિકલ્પો સામેલ કરી શકાય છે.

લંચ અને ડિનરની વચ્ચે જ્યારે ભૂખ લાગે ત્યારે અનહેલ્ધી જંક ફૂડ ખાવાને બદલે હેલ્ધી નાસ્તો પસંદ કરવા જોઈએ. ડાયટિશિયનના મતે, મુઠ્ઠીભર નટ્સ, તાજા ફળ, એક ગ્લાસ છાશ અથવા શેકેલા ચણા ઉત્તમ વિકલ્પ છે. આનાથી શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે અને ઓવરઈટિંગથી બચી શકાય છે.

રાત્રિનું ભોજન હંમેશા હળવું હોવું જોઈએ અને, તે સૂવાના ઓછામાં ઓછા 2થી 3 કલાક પહેલા લેવું જોઈએ. મોડા જમવાથી રાત્રે સુગર લેવલ વધી શકે છે. આ ઉપરાંત મેંદો, ખાંડવાળા પીણાં અને તળેલી વસ્તુઓથી સંપૂર્ણ પરહેજ રાખવો જોઈએ. ખાવાની સાથે સાથે તમારી દવાઓ અને ઇન્સ્યુલિનનો સમય પણ ફિક્સ રાખવો જરૂરી છે.

હેલ્ધી સ્નેક્સ: બપોર અને રાત્રિના ભોજન વચ્ચે હેલ્ધી સ્નેક્સ લેવા ફાયદાકારક છે, જેમ કે ફળ, મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ, છાશ અથવા શેકેલા ચણા.

રાત્રિનું ભોજન: રાત્રિનું ભોજન હળવું હોવું જોઈએ અને સૂવાના ઓછામાં ઓછા 2-3 કલાક પહેલા લેવું જોઈએ.

આ વસ્તુઓ ન ખાવી: સુગરી ડ્રિંક્સ, રિફાઈન્ડ કાર્બ્સ અને તળેલી વસ્તુઓથી દૂર રહેવું જરૂરી છે.

દવાઓ: ખાવાની સાથે દવાઓ અને ઇન્સ્યુલિનનો સમય પણ ડોક્ટરની સલાહ મુજબ રાખવો.

એક્સપર્ટના જણાવ્યા અનુસાર, યોગ્ય સમયે ભોજન, હેલ્ધી ફૂડની પસંદગી અને એક્ટિવ લાઈફસ્ટાઈલ બ્લડ સુગરને લાંબા સમય સુધી કંટ્રોલમાં રાખી શકે છે. જો સુગર વારંવાર હાઈ કે લો થતી હોય, તો ડાયટિશિયન પાસે ડાયટ પ્લાન રિવ્યુ કરાવવો જોઈએ.

આ સમાચાર શેર કરો