મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Diwali 2024 / દિવાળીની સફાઈના કારણે ડલ થઈ ગઈ છે સ્કિન? તો આ ઉપાયથી પાછી મેળવો ચહેરાની ચમક

આ વર્ષે 31 ઓક્ટોબરે દિવાળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ પહેલા દરેક ઘરમાં સાફ-સફાઈ કરવામાં આવે છે. ઘરની સફ

Diwali 2024 / દિવાળીની સફાઈના કારણે ડલ થઈ ગઈ છે સ્કિન? તો આ ઉપાયથી પાછી મેળવો ચહેરાની ચમક

આ વર્ષે 31 ઓક્ટોબરે દિવાળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ પહેલા દરેક ઘરમાં સાફ-સફાઈ કરવામાં આવે છે. ઘરની સફાઈ કર્યા બાદ ત્વચાની સમસ્યાઓ વધી જાય છે. સફાઈ કરતી વખતે ધૂળ ઉડવાને કારણે સ્કિન ડલ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, જરૂરી છે કે તમે અત્યારથી જ ત્વચાની સંભાળ લેવાનું શરૂ કરો, જેથી ત્વચાની ચમક જળવાઈ રહે. આ માટે ઘરેલું ઉપાય અજમાવો. તેનાથી ત્વચા હાઇડ્રેટેડ અને ગ્લોઈંગ દેખાશે. 

ચોખાના લોટથી સ્ક્રબ કરો

સ્કિન કેર માટે તમે ચોખાના લોટના સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. આ પ્રકારનું સ્ક્રબ બનાવવા માટે તમારે ચોખાનો લોટ, મધ, એલોવેરા જેલ અને ગુલાબજળની જરૂર પડશે. આ બધી વસ્તુઓને મિક્સ કરીને તેનાથી સ્ક્રબ કરો.

આ રીતે બનાવો સ્ક્રબ

  • સૌથી પહેલા ચોખાને પીસી લો.
  • હવે તેને એક બાઉલમાં કાઢી લો.
  • પછી તેમાં થોડું પાણી ઉમેરો.
  • આ પછી તેમાં મધ, એલોવેરા જેલ અને ગુલાબજળ મિક્સ કરો.
  • પછી આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો.
  • હળવા હાથે સ્ક્રબ ઘસો.
  • આ પછી ચહેરો સાફ કરી લો.
  • આમ કરવાથી તમારી ત્વચાના પોર્સ ખુલી જશે. ઉપરાંત, ત્વચા હાઇડ્રેટેડ રહેશે.

ચણાના લોટનો ફેસ પેક

ચણાના લોટનો ફેસ પેક લગાવવાથી ત્વચા સાફ થઈ જાય છે. આમાં તમે અલગ-અલગ વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. દિવાળી સુધીમાં તમારી ત્વચા પર રહેલી ગંદકી સાફ થઈ જશે.

આ રીતે બનાવો ફેસ પેક

  • ફેસ પેક બનાવવા માટે 1 ચમચી ચણાનો લોટ લો.
  • તેમાં 1 ચમચી ચોખાનો લોટ મિક્સ કરો.
  • હવે તેમાં થોડું કાચું દૂધ મિક્સ કરો.
  • પછી તેમાં થોડું મધ ઉમેરો.
  • આ મિશ્રણને મિક્સ કરો અને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો.
  • પછી તેને તમારા ચહેરા પર લગાવો.
  • આને લગાવવાથી ચહેરા પરની ગંદકી સાફ થઈ જશે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો