શું તમે પણ એલચીવાળું દૂધ પીવો છો? જાણો તેના અદ્ભુત ફાયદા!
આયુર્વેદનું માનવું છે કે, દૂધ અને એલચી બંને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક તેમજ ઊર્જા આપનારા છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અ

આયુર્વેદનું માનવું છે કે, દૂધ અને એલચી બંને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક તેમજ ઊર્જા આપનારા છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ (ખનિજો) હોય છે, સાથે જ તેની સુગંધ તેમજ સ્વાદ પણ અદ્ભુત હોય છે. ઉનાળામાં એલચીવાળું દૂધ શરીરને ઠંડક આપે છે અને પાચનમાં મદદ કરે છે. એલચી દૂધનો ઉપયોગ સૂપ, ચામાં પણ કરી શકાય છે. એલચીનું સેવન કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે, તેને દૂધમાં મિક્સ કરીને પીવું, જેનાથી તેના ફાયદા વધી જાય અને શરીરને તંદુરસ્તી મળે.
મોઢામાં ચાંદા પડવા પર અસહ્ય દુખાવો થાય છે અને ખોરાક ચાવવો મુશ્કેલ બની જાય છે, તો અહીં એલચી મોઢાના ચાંદાને ઠીક કરવામાં મદદ કરે છે, કારણ કે એલચી એક કીટાણુનાશક છે અને સ્વસ્થ પાચનતંત્ર માટે ફાયદાકારક છે. એલચીવાળા દૂધના ફાયદા સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશરની સારવારમાં જોઈ શકાય છે. આનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે અને ધમનીઓની દીવાલોને આરામ મળે છે. એલચીના દૂધમાં રહેલા ખનિજો અને ફાઈબર પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જે તેને ઘણું વધારે ફાયદાકારક બનાવે છે.
એલચીના દૂધમાં પોટેશિયમની સારી માત્રા હોય છે. આ તત્વો ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને ઓછું કરવા તેમજ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી હૃદયને લગતી બીમારીઓ તેમજ તેના લક્ષણોના જોખમને ઓછું કરી શકાય છે. એલચીવાળા દૂધમાં વિટામિન C ની સારી માત્રા હોય છે, આ પીવાથી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) ને વેગ મળે છે. બીજું કે, જે લોકોને શરદી-ખાંસીથી લઈને કેન્સર અને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) જેવી ગંભીર બીમારીઓ છે, તેમના માટે એલચીવાળું દૂધ સારું માનવામાં આવે છે.
એલચીવાળું દૂધ એ ઝડપથી અને સરળતાથી બની જતું પીણું છે, જે તમારા શરીરને અંદરથી ઠંડું રાખે છે. આ એક વર્ષથી વધુ ઉંમરના બાળકો, વડીલો અને તમામ ઉંમરના લોકો માટે એક ઉત્તમ પીણું છે. જો કે, તેને બનાવવાની સાચી રીત જાણવી પણ જરૂરી છે.
સૌથી પહેલા 2 મોટી લીલી એલચી પસંદ કરો અને તેને ખાંડણીમાં સારી રીતે પીસી લો. હવે તપેલીમાં 1 કપ ઉકાળેલું દૂધ લો. ત્યારબાદ ઝીણી ખાંડેલી એલચી ઉમેરો અને 3-4 મિનિટ સુધી મિક્સ કરો. ખાંડ ઉમેરતા પહેલા તેને સારી રીતે હલાવી લો. તમે આમાં એક ચમચી બદામનું દૂધ અથવા ચા નો મસાલો પણ ઉમેરી શકો છો.








