મિત્ર માટે બેચલરેટ પાર્ટી પ્લાન કરી રહ્યા છો? તો બકેટ લિસ્ટમાં સામેલ કરો આ બજેટ ફ્રેન્ડલી ડેસ્ટિનેશન
લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે અને દરેક વ્યક્તિ પોતાના ખાસ દિવસની તૈયારીમાં વ્યસ્ત છે. લગ્ન એ દરેક વ્યક્તિના જ

લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે અને દરેક વ્યક્તિ પોતાના ખાસ દિવસની તૈયારીમાં વ્યસ્ત છે. લગ્ન એ દરેક વ્યક્તિના જીવનની એક યાદગાર ક્ષણ હોય છે, જેને ખાસ બનાવવા માટે લોકો ઘણા પ્રયત્નો કરે છે. લગ્નની તૈયારી અને ઉજવણી ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે અને ઘણા દિવસો સુધી ચાલુ રહે છે. બેચલરેટ પાર્ટીને આ ઉજવણીની શરૂઆત માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી તેનો ક્રેઝ વધવા લાગ્યો છે. આ દરમિયાન વાર અને કન્યા લગ્ન પહેલા તેમના મિત્રો સાથે ઘણી યાદગાર ક્ષણો જીવે છે.
આ પણ વાંચો: ગુજરતના સુંદર સ્થળોને એક્સપ્લોર કરવા માટે IRCTC લાવ્યું શાનદાર ટૂર પેકેજ, આ રીતે કરો બુક
આવી સ્થિતિમાં, જો તમારા ખાસ મિત્રો પણ લગ્ન કરવા જઈ રહ્યા છે અને તમે તેમના માટે બેચલરેટ પાર્ટીનું આયોજન કરવાનું વિચારી રહ્યા છો, તો આજે આ લેખમાં અમે તમારા માટે કેટલાક બજેટ ફ્રેન્ડલી દેશની યાદી લઈને આવ્યા છીએ, જ્યાં તમે બેચલરેટ પાર્ટીનું આયોજન કરી શકો છો.
શ્રીલંકા
ઓછા બજેટમાં શાનદાર બેચલરેટ પાર્ટી કરવા માટે, તમે પડોશી દેશ શ્રીલંકામાં જઈ શકો છો. આ દેશ તેના શાંત સોનેરી દરિયાકિનારા, આકર્ષક પર્વતો અને સંસ્કૃતિથી ભરપૂર ગામડાઓ માટે જાણીતો છે અને આ વિશેષતાઓને કારણે, આ દેશ બેચલરેટ પાર્ટી માટે બેસ્ટ સ્થળ હોઈ શકે છે.
ભૂટાન
ભૂટાન ભારતનો બીજો સુંદર પાડોશી દેશ છે, જે તેના સસ્તા પ્રવાસન માટે જાણીતો છે. આ બજેટ ફ્રેન્ડલી ડેસ્ટિનેશનમાં તમને ઘણા સુંદર નજારા જોવા મળશે. સાથે જ તમે અહીં હિમાલયના પહાડોના અદ્ભુત નજારા, શાંત રિસોર્ટ અને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકો છો.
થાઈલેન્ડ
થાઈલેન્ડ પણ બેચલરેટ પાર્ટી માટે બેસ્ટ સ્થળ બની શકે છે. ટાપુઓ, શાંત દરિયાકિનારા, સ્નોર્કલિંગ, શોપિંગ અને બજેટ-ફ્રેંડલી વાતાવરણ તેને બેચલરેટ પાર્ટી માટે યોગ્ય સ્થળ બનાવે છે.
વિયેતનામ
જ્યારે પણ બજેટ ફ્રેન્ડલી ટ્રાવેલિંગની વાત આવે છે, ત્યારે વિયેતનામ લોકોની પ્રથમ પસંદગી હોવાનું કહેવાય છે. સુંદર બિચ, આકર્ષક આર્કિટેક્ચર અને અદ્ભુત સંસ્કૃતિને કારણે તે બેચલરેટ પાર્ટી માટે પરફેક્ટ ડેસ્ટિનેશન સાબિત થશે.
બાલી
બાલી વિશ્વભરમાં પ્રવાસન માટે પણ એક પ્રિય સ્થળ છે. તેના સ્વચ્છ પાણી અને સોનેરી બિચ સાથે, તમે અહીં યાદગાર બેચલરેટ પાર્ટીનો આનંદ માણી શકો છો.
મલેશિયા
મલેશિયા પણ બેચલોરેટ પાર્ટી માટે એક શ્રેષ્ઠ સ્થળ છે. અહીંનું ફૂડ, શોપિંગ, એન્ટરટેઈનમેન્ટ અને એડવેન્ચર તમારી પાર્ટીને યાદગાર બનાવવા માટે પૂરતું છે. ઓછા બજેટમાં તમે અહીં ભરપૂર મજા માણી શકો છો.








