મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ગુજરતના સુંદર સ્થળોને એક્સપ્લોર કરવા માટે IRCTC લાવ્યું શાનદાર ટૂર પેકેજ, આ રીતે કરો બુક

ગુજરાતમાં ફરવા માટે IRCTC દ્વારા એક શાનદાર ટૂર પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પેકેજમાં તમને અમદાવાદ,

ગુજરતના સુંદર સ્થળોને એક્સપ્લોર કરવા માટે IRCTC લાવ્યું શાનદાર ટૂર પેકેજ, આ રીતે કરો બુક

ગુજરાતમાં ફરવા માટે IRCTC દ્વારા એક શાનદાર ટૂર પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પેકેજમાં તમને અમદાવાદ, ભાવનગર, દ્વારકા, કેવડિયા, પોરબંદર, સોમનાથ, વડોદરાની મુલાકાત લેવાની તક મળશે. તો આવો જાણીએ આ પેકેજની વિગતો અને તેના માટે કેટલો ખર્ચ આવશે.

આ પણ વાંચો: Travel Destinations / સોલો ટ્રાવેલર્સ માટે બેસ્ટ છે ભારતની આ ઓફબીટ જગ્યાઓ, શિયાળામાં બનાવો ફરવાનો પ્લાન

પ્રવાસની વિગતો

IRCTCના આ ટૂર પેકેજનું નામ 'VIBRANT GUJARAT WITH STATUE OF UNITY' છે. આ પેકેજમાં તમારા રહેવાની, ખાવાની અને ફરવાની પણ વ્યવસ્થા હશે. ચાલો જાણીએ આ પેકેજ તમે કેવી રીતે બુક કરાવી શકો છો અને તેની કિંમત કેટલી હશે.

કેટલા દિવસનો છે પ્રવાસ 

આ ટ્રિપ પેકેજ 7 રાત અને 8 દિવસનું હશે. અને આ પ્રવાસની શરૂઆત 14મી ડિસેમ્બરથી બેંગલુરુથી થશે.

ક્યાં ફરવાનો મોકો મળશે

આ પેકેજમાં તમને અમદાવાદ, ભાવનગર, દ્વારકા, કેવડિયા, પોરબંદર, સોમનાથ, વડોદરામાં ફરવાની તક મળશે.

પેકેજ બુક કરવા માટે કેટલો ખર્ચ થશે?

જો તમે સિંગલ ઓક્યુપન્સી માટે ટિકિટ બુક કરો છો, તો 52,950 રૂપિયા, ડબલ ઓક્યુપન્સી માટે 40,800 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને ટ્રિપલ ઓક્યુપન્સી માટે 39,400 રૂપિયાનો ખર્ચ થશે. તેમજ જો તમારી સાથે 5થી 11 વર્ષનું બાળક આવે છે, તો તેનો ખર્ચ 36,100 રૂપિયા થશે. જો તમે 5થી 11 વર્ષના બાળક માટે બેડ નથી બુક કરતા તો 32,950 રૂપિયા ખર્ચ થશે. એજ રીતે જો 2થી 4 વર્ષનું બાળક આ ટ્રિપ પર જાય છે, તો તમારે પેકેજ માટે 25,100 રૂપિયા ચૂકવવાના રહેશે. 

પેકેજ કેન્સલ કરવાની પોલિસી 

જો તમે ટ્રિપની શરૂઆતના 21 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરાવો છો, તો પેકેજ ચાર્જમાંથી 30 ટકા કાપવામાં આવશે. જો પેકેજ શરૂ થવાના 15થી 21 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે તો 55 ટકા કાપવામાં આવશે. જો પેકેજ શરૂ થવાના 08થી 14 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે તો 80 ટકા રકમ કાપવામાં આવશે. જો તમે ટ્રિપની શરૂઆતના 8 દિવસ પહેલા પેકેજ બુક કરાવો છો, તો તમને એક રૂપિયો પણ નહીં મળે.

કોઈપણ મદદ માટે આ નંબર પર કોલ કરો

8595931293
8595931294
8595931292
8595931291

આ સમાચાર શેર કરો