Harley Davidson બાઇક પર સવારી કરતો જોવા મળ્યો Zomato ડિલિવરી બોય, Video તમને ચોંકાવી દેશે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અનેક પ્રકારના વીડિયો પોસ્ટ થતા હોય છે. પરંતુ આ વીડિયો વચ્ચે ક્યારેક એવો વ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અનેક પ્રકારના વીડિયો પોસ્ટ થતા હોય છે. પરંતુ આ વીડિયો વચ્ચે ક્યારેક એવો વીડિયો વાયરલ થઈ જાય છે, જેને જોયા પછી વ્યક્તિ માટે પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ 2.5 લાખની બાઈક લઇ ઝોમેટોની ડિલિવરી કરવા જાય છે. આ સાંભળવામાં કદાચ વિચિત્ર લાગશે, પરંતુ વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
આજકાલ ફૂડ ઓનલાઈન ઓર્ડર કરવું એકદમ સામાન્ય બની ગયું છે. જ્યારે પણ તમે રસ્તા પર નીકળો છો, ત્યારે તમે કોઈક ડિલિવરી બોયને ફૂડ ડિલિવરી કરવા જતા જોયા હશે. જો તમે ધ્યાન આપશો તો તમને તે બધાની પાસે સસ્તી કે સેકન્ડ હેન્ડ બાઇક કે સ્કૂટર જોવા મળશે. પરંતુ શું તમે ક્યારેય કોઈને Harley Davidson પર બેસીને ડિલિવરી કરવા જતા જોયા છે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ Harley Davidson પર ફૂડ ડિલિવર કરવા જતો જોવા મળી રહ્યો છે. તેની પાછળ ઝોમેટોની બેગ પણ દેખાઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અહીં જુઓ વાયરલ વીડિયો
https://www.instagram.com/reel/C5lW7pSr-lB/?
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર _call_me_ashu16 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 2.9 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- EMI સમસ્યા હશે. અન્ય યુઝરે લખ્યું- EMI ભરવાની રીત થોડી કેઝ્યુઅલ છે. ત્રીજા યુઝરે લખ્યું- તેણે સખત મહેનત કરી અને પોતાની પસંદની બાઇક ખરીદી. જો કે, કેટલાક વપરાશકર્તાઓનો અભિપ્રાય અલગ છે. એક યુઝરે લખ્યું- આ માત્ર પબ્લિક સ્ટંટ છે. અન્ય યુઝરે લખ્યું – આ નિયમિત ડિલિવરી નથી.






