મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

1 ક્વિન્ટલ ચાંદી, લાખો રૂપિયાની રોકડ..., રેલવે સ્ટેશને યુવકો પાસેથી ઝડપાયો કરોડોનો ખજાનો 

દિલ્હી-હાવડા રેલમાર્ગના સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશનમાંથી એક એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન (ચંદૌલ

1 ક્વિન્ટલ ચાંદી, લાખો રૂપિયાની રોકડ..., રેલવે સ્ટેશને યુવકો પાસેથી ઝડપાયો કરોડોનો ખજાનો 

દિલ્હી-હાવડા રેલમાર્ગના સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશનમાંથી એક એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન (ચંદૌલી),ના જીઆરપી દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. GRPએ ચાંદીના દાણચોરોની એક ટોળકીની ધરપકડ કરી છે. આ ટોળકી ચાંદીના ગેરકાયદેસર કન્સાઈનમેન્ટ સાથે વારાણસીથી પશ્ચિમ બંગાળ જઈ રહી હતી. પોલીસે ધરપકડ કરાયેલા યુવકો પાસેથી એક ક્વિન્ટલ કરતાં વધુ ચાંદીની ઈંટો જપ્ત કરી છે. આ સાથે 3 લાખ 75 હજાર રૂપિયાની રોકડ પણ મળી આવી છે. 

આ પણ વાંચોઃ પ્રથમ પોસ્ટિંગ પર હાજર થવા જઈ રહેલા 26 વર્ષીય IPS અધિકારીનું અકસ્માતમાં મોત

જીઆરપીના જણાવ્યા અનુસાર, ઝડપાયેલી ચાંદીની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ છે. હાલ પોલીસે આ મામલે ઈન્કમટેક્સ અને GST ટીમને પણ જાણ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

એક થેલીમાં રૂપિયા 3,75,000 રોકડા પણ હતા

ઘટનાની વિગત મુજબ પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંકશન ઉપર GRP અને RPFની ટીમ સ્ટેશન પર રૂટિન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન તેમણે ત્રણ યુવકો પર શંકા જતાં તેમની ટ્રોલી બેગ સહિત સામાનની તલાશી લેવામાં આવી. આ યુવકોની બેગ ચકાસતાં જ જીઆરપી અને આરપીએફના જવાનો આશ્ચર્યમાં પડી ગયા. બધી કોથળીઓ ચાંદીના ટુકડાઓથી ભરેલી હતી. આ સાથે એક થેલીમાં રૂપિયા 3,75,000 રોકડા પણ હતા.

પોલીસે ચાંદી અને રોકડ બાબતે યુવકોની પૂછપરછ કરતાં તે સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. આ સિવાય તેમની પાસે કોઈ દસ્તાવેજ ન હોવાથી ત્રણેયની ધરપકડ કરાઈ હતી. તેઓએ કહ્યું કે, બનારસથી ચાંદીનું આ કન્સાઈનમેન્ટ પશ્ચિમ બંગાળ લઈ રહ્યા હતા.

જીઆરપીના જણાવ્યા અનુસાર આ યુવકો પહેલા પણ ચાંદીની દાણચોરી કરી ચૂક્યા છે. હવે GRP અને RPFની સાથે GST અને ઈન્કમ ટેક્સની ટીમ તેમની પૂછપરછ કરી રહી છે. કુંવર પ્રભાત સિંહ (ડેપ્યુટી એસપી, જીઆરપી)એ જણાવ્યું કે જીઆરપી અને આરપીએફની ટીમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન પર તપાસ કરી રહી હતી. આ દરમિયાન પ્લેટફોર્મ નંબર 1-2 પરના ટોયલેટ પાસે ત્રણ યુવકો જોવા મળ્યા હતા. શંકાના આધારે તેના સામાનની તલાશી લેતા તેમાંથી એક ક્વિન્ટલ, 3 કિલો, 119 ગ્રામ ચાંદી મળી આવી હતી. આ સાથે 3,75,000 રૂપિયાની રોકડ પણ મળી આવી હતી. 

આ સમાચાર શેર કરો