પ્રથમ પોસ્ટિંગ પર હાજર થવા જઈ રહેલા 26 વર્ષીય IPS અધિકારીનું અકસ્માતમાં મોત
કર્ણાટકના હાસન જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં એક IPS અધિકારીનું મો

કર્ણાટકના હાસન જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં એક IPS અધિકારીનું મોત થયું છે. કર્ણાટક કેડરના 2023 બેચના IPS મૃતક અધિકારીનું નામ હર્ષવર્ધન છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો. મધ્યપ્રદેશના રહેવાસી હર્ષવર્ધન તેમના પ્રથમ પોસ્ટિંગ માટે ફરજ પર રિપોર્ટ કરવા પોલીસ વાહનમાં હોલેનરસીપુર જઈ રહ્યા હતા.
આ પણ વાંચોઃ વડોદરા: સાવલી-ઉદલપુર રોડ બે બાઈકની ભયાનક ટક્કર, બે યુવાનોના મોત
હર્ષવર્ધન મદદનીશ પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળવાના હતા. પોલીસના જણાવ્યા અનુસાર, હાસનના કિટ્ટને પાસે પોલીસની કારનું ટાયર ફાટ્યું, ત્યારબાદ ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો. આ પછી તેમની ગાડી રોડ સાઈડના ઘર સાથે અથડાયા બાદ ઝાડ સાથે ટકરાઈ. અકસ્માતમાં અધિકારીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ
એક અધિકારીએ જણાવ્યું કે આઈપીએસ અધિકારીએ તાજેતરમાં જ મૈસૂરમાં કર્ણાટક પોલીસ એકેડમીમાંથી ચાર સપ્તાહની તાલીમ પૂર્ણ કરીને પોતાના પોસ્ટિંગ સ્થળે હાજર થવા જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં ડ્રાઈવર માંજેગૌડાને પણ સામાન્ય ઈજા થઈ હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે અધિકારીના પરિવારને અકસ્માતની જાણ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ
સીએમ સિદ્ધાર મૈયાએ પોસ્ટ કરીને જણાવ્યું કે, હાસન- મૈસૂર નેશનલ હાઈવે પર દુર્ઘટનામાં આઈપીએસ અધિકારી હર્ષવર્ધનના મોતના સમાચાર સાંભળીને દુખ થયું છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાંતિ મળે, મૃતકના પરિવાર પ્રતિ મારી સંવેદના છે.






