VIDEO: 'તમે સરકારને પૂછીને જન્મ્યા છો?', નોકરી માંગવા ગયેલા બેરોજગાર યુવકોને કલેક્ટરે કર્યા હડધૂત
દેશમાં હાલમાં બેરોજગારી એક મોટી સમસ્યા છે. ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષિત યુવાનો નોકરી માટે સંઘર્ષ ક

દેશમાં હાલમાં બેરોજગારી એક મોટી સમસ્યા છે. ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષિત યુવાનો નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા છે. તો ઘણાં સાવ નિમ્ન પગારે નોકરી કરવાની ફરજ પડે છે. દેશમાં ચૂંટણીનો મુદ્દો પણ બેરોજગારી બની રહ્યો છે. બેરોજગારીની સમસ્યા પ્રત્યે સંવેદનશીલ બનવા સતત અપીલ કરવામાં આવી રહી છે. જો કે, બેરોજગારોને લઈને એક વરિષ્ઠ IAS અધિકારીએ આપેલા નિવેદને વિવાદ શરૂ કર્યો છે.
રાજસ્થાનમાં મેડિકલ અને હેલ્થ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી ગાયત્રી રાઠોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે બેરોજગાર યુવાનોને પૂછી રહી છે કે શું તેઓ સરકારને પૂછીને જન્મ્યા છે. તેમના નિવેદનને લઈને હોબાળો થયો છે.
આ પણ વાંચોઃ હિન્દુઓના તહેવારો ઉપર જ ફટાકડાનો પ્રતિબંધ કેમ? મોહન ભાગવતના સવાલનો કેજરીવાલે આપ્યો જવાબ
જણાવી દઈએ કે, બેરોજગાર યુવાનો સચિવને મળવા આવ્યા હતા. આ દરમિયાન એક યુવકે પોતાની વ્યથા વ્યક્ત કરતા અધિકારીને કહ્યું કે, નોકરીની રાહ જોતા ઉંમર પૂરી થઈ રહી છે. અમે શું કરીએ અને ક્યાં જઈએ? યુવકનું કહેવું હતું કે મહિલા અધિકારી ગુસ્સે થઈ ગયા અને સામો યુવકને સવાલ કર્યો કે, શું તમે સરકારને પૂછીને પેદા થયા છો?
આ સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ થયો હતો. સોશિયલ મિડિયામાં વિડિયો જોયા બાદ યુઝર્સે ચિંતા વ્યક્ત કરી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, જો સરકાર અને સરકારી કર્મચારીઓ જનતાનો વિચાર નહીં કરે તો કોણ કરશે?
વિડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'સરકારી પદ પર રહીને આવી વાત કરવી ખૂબ જ અસંવેદનશીલ છે. બેરોજગારી જેવી ગંભીર સમસ્યાને ઉકેલવાને બદલે આવા નિવેદનો યુવાનોની સમસ્યાઓને નજરઅંદાજ કરવા સમાન છે.'
અન્ય એક યુઝરે લખ્યું, 'તેમને IAS બનવા માટે વધુ મહેનત કરવી પડે છે, એટલે સમય સાથે તેઓ વધુ ઘમંડી બની જાય છે. આવી હાસ્યાસ્પદ દલીલ આપ્યા પછી મને લાગે છે કે UPSCમાં પણ ફ્રોડ ચાલી રહ્યું છે.'
એક યુઝરે લખ્યું, 'જેમની લાઈફ સેટ થઈ ગઈ છે તેઓ બેરોજગારો વિશે આવું બોલશે? બેરોજગારોની સામે આવું બોલવાની હિંમત તો મુખ્યમંત્રી અને વડાપ્રધાન પણ કરી શકતા નથી.'








