મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

યોગીનું ફરમાન/ કાવડ યાત્રા રૂટની દરેક દુકાન પર નેમ પ્લેટ ફરજિયાત, માલિકનું નામ અને ઓળખ લખવી પડશે

22મી જુલાઈથી પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે. શ્રાવણના પહેલા દિવસથી જ કાવડ યાત્રા

યોગીનું ફરમાન/ કાવડ યાત્રા રૂટની દરેક દુકાન પર નેમ પ્લેટ ફરજિયાત, માલિકનું નામ અને ઓળખ લખવી પડશે

22મી જુલાઈથી પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે. શ્રાવણના પહેલા દિવસથી જ કાવડ યાત્રા ચાલુ થાય છે. કાવડ યાત્રીઓ હરિદ્વાર માટે નીકળી પડશે. પરંતુ યાત્રા પહેલા યુપી પોલીસના એક આદેશને પગલે વિવાદ ગરમાયો છે. યોગી સરકારે કાવડ યાત્રાના માર્ગ પર આવતી દુકાનોના માલિક માટે ખાસ  આદેશ જારી કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ દુકાનો અને રેકડીઓ પર તેમના નામ લખવા જોઈએ જેથી કાવડ યાત્રીઓ જાણી શકે કે તેઓ કઈ દુકાનમાંથી સામાન ખરીદી રહ્યા છે.

તમામ વિવાદો વચ્ચે સીએમ યોગીએ કાવડ તીર્થયાત્રીઓ માટે પગલું ભર્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું છે કે સમગ્ર ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રી માર્ગો પર આવેલી ખાદ્યપદાર્થોની દુકાનો પર 'નેમપ્લેટ' લગાવવાની રહેશે અને દુકાનો પર માલિકનું નામ અને ઓળખ લખવાની રહેશે. સીએમઓના જણાવ્યા અનુસાર, કાવડ તીર્થયાત્રીઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હલાલ સર્ટિફિકેશનવાળી પ્રોડક્ટો વેચનારા પર કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ દલીલ કરે છે કે તેમના આદેશનો હેતુ ભક્તોને સુવિધા આપવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે. યુપી પોલીસના આ આદેશની અસર પણ જોવા મળી હતી અને લોકોએ મુઝફ્ફરનગરમાં દુકાનો, હોટલ અને રેકડીઓ પર દુકાનની અને માલિકના નામની પ્લેટ પણ લગાવી દીધી છે.  વહીવટીતંત્રની દલીલ છે કે, કાવડ યાત્રીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે તે માટે આ આદેશ જારી કરવામાં આવ્યો છે. જેને કાવડીઓ પણ યોગ્ય માને છે.  

યુપી સરકારના મંત્રી કપિલ દેવ અગ્રવાલે આ નિર્ણયનો બચાવ કરતા કહ્યું, 'દેશભરના કંવરિયાઓ હરિદ્વાર ગોમુખથી પાણી લઈને તેમના ગંતવ્ય સ્થાને જાય છે તે દરમિયાન ખાસ કરીને તેમને મુઝફ્ફરનગર આવવું પડે છે. અહીં કેટલાક લોકો પોતાની દુકાનો, ઢાબા અને રેસ્ટોરન્ટના નામ હિન્દુ ધર્મના નામે લખે છે જ્યારે તેમના માલિક મુસ્લિમ છે. તે મુસ્લિમ હોવાનો કોઈ વાંધો નથી પરંતુ મુશ્કેલી ત્યારે પડે છે જ્યારે તે તેની દુકાન પર નોનવેજ વેચે છે. 

હિન્દુ ધર્મના વૈષ્ણો ઢાબા ભંડાર, શાકુંભારી દેવી ભોજનાલય, શુદ્ધ ભોજનાલય જેવા નામ લખીને માંસાહારી વેચે છે. તેની સામે મોટો વાંધો છે. મારી માંગ જિલ્લા વહીવટીતંત્ર પાસે હતી કે આવા ઢાબાઓ પર તે લોકોના નામ લખવામાં આવે. આમાં વાંધો શું છે? ઘણા વીડિયો વાયરલ થયા છે કે લોકો બ્રેડ પર થૂંકતા હોય છે અને રેસ્ટોરન્ટમાં પણ થૂંકતા હોય છે. 

આ સમાચાર શેર કરો