સુપ્રીમ કોર્ટ પહોંચ્યો 'નેમપ્લેટ વિવાદ', યોગી સરકારના આદેશને પડકારાયો
ઉત્તર પ્રદેશમાં કાંવડ યાત્રા માર્ગો પર આવતી દુકાનો પર માલિકોના નામ અને મોબાઇલ નંબર લખવાનો આદ

ઉત્તર પ્રદેશમાં કાંવડ યાત્રા માર્ગો પર આવતી દુકાનો પર માલિકોના નામ અને મોબાઇલ નંબર લખવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે આ ઘટના સુપ્રીમ કોર્ટ પહોંચી છે. એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ નામની NGOએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી યુપી સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે. આ અરજી 20 જુલાઇની સવારે 6 વાગ્યે ઓનલાઇન દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ આ ઘટનાને સુનાવણી માટે લિસ્ટ કરી દીધી છે.
એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સની અરજી પર સુપ્રીમ કોર્ટના જસ્ટીસ ઋષિકેશ રોય અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની બેન્ચ 22 જુલાઇએ સુનાવણી કરશે.
મહત્ત્વપૂર્ણ છે કે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કાંવડ યાત્રા પર આવતા ભોજનાલય, ઢાબા, ફળોની દુકાન અને ચાની દુકાનોના માલિકના નામ ધરાવતી નેમ પ્લેટ લગાવવાનો આદેશ આપ્યો હતો. યોગી સરકારના આ આદેશને લઇને રાજકારણ ગરમાયેલું છે. NDAના સહયોગી પક્ષોએ જ યોગી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને પોતાનો આદેશ પરત ખેચવાની માંગ કરી હતી.
જયંત ચૌધરીએ કર્યો વિરોધ
NDAના સહયોગી દળ RLDના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ કાંવડ માર્ગ પર દુકાનો પર નામ લખવાના સરકારી આદેશનો વિરોધ કર્યો છે. જયંત ચૌધરીએ યોગી સરકારને આદેશ પરત ખેચવાની માંગ કરી છે. જયંત ચૌધરીએ યુપી સરકારની ટીકા કરતા કહ્યું કે હિન્દૂ-મુસ્લિમની એકતા પર ભાર મુક્યો છે. જયંત ચૌધરીએ કહ્યું કે પાર્ટી પોતાના સ્ટેન્ડ પર યથાવત છે.
જયંત ચૌધરીએ કહ્યું, 'કાંવડ યાત્રી જાતિ ધર્મની ઓળખ કરીને સેવા નથી લેતા.આ મુદ્દાને ધર્મ સાથે ના જોડવું જોઇએ. હજુ પણ સમય છે કે સરકારે નિર્ણય પરત લેવો જોઇએ. હવે ક્યાં-ક્યા નામ લખશો. શું તમારા કુર્તા પર પણ પોતાનું નામ લખી લો? શું નામ જોઇને મારી સાથે હાથ મીલાવશો?








