મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીમાં સરકારી- ખાનગી ઓફિસો માટે 50 ટકા કર્મચારીઓને ફરજિયાત વર્કફ્રોમ હોમ, બાંધકામ મજૂરોને 10 હજાર ચૂકવશે

દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણને કારણે દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગઈ કાલે મુખ

દિલ્હીમાં સરકારી- ખાનગી ઓફિસો માટે 50 ટકા કર્મચારીઓને ફરજિયાત વર્કફ્રોમ હોમ, બાંધકામ મજૂરોને 10 હજાર ચૂકવશે

દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણને કારણે દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગઈ કાલે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 3 નવા નિર્ણયો લીધા હતા. બાદ વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણયની દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારી-ખાનગી તમામ સંસ્થાઓમાં ૫૦% કર્મચારીઓ માટે ફરજિયાત વર્કફ્રોમ હોમ આપવાનું રહેશે.સરકારે ચેતવણી આપી છે કે, જે કંપનીઓ - સંસ્થાઓ આ નિયમોનું પાલન  નહીં કરે તો તેમને ભારે દંડ ફટકારવામાં આવશે. સાથે જ એમ કહેવામાં આવ્યું છે કે, આ નિયમો હોસ્પિટલો, જેલ, જાહેર પરિવહન, જંગલો અને જળ બોર્ડ જેવી સેવાઓ પર લાગુ નહીં પડે. 

વધતા AQI અંગે માર્ગદર્શિકા જારી

દિલ્હી સરકારના શ્રમ વિભાગે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ મુજબ બાંધકામ કામદારોને 16 દિવસ માટે 10 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે. દિલ્હી સરકાર એ પણ સુનિશ્ચિત કરશે કે તેમને કોઈ નાણાકીય નુકસાન ન થવું જોઈએ. બધા ચકાસાયેલ કામદારોને તેમના ખાતામાં સીધી ચુકવણી મળશે.

દિલ્હીમાં GRAP-4 લાગુ કરવામાં આવ્યો

દિલ્હીમાં બગડતી હવાની ગુણવત્તાને કારણે GRAP-4 લાગુ કરવામાં આવ્યું છે. સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે જેથી કરીને રસ્તાઓ પર વાહનોની અવરજવર ઓછી થાય અને રાજધાનીને ઝેરી હવાથી થોડી રાહત મળી શકે.

આ સમાચાર શેર કરો