મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહારમાં નીતિશ કુમારને કેમ પીએમ મોદીની રેલીઓથી રાખ્યા હતા દૂર? ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો જવાબ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને BJP બિહારના કોર્ડિનેટર ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે વિપક્ષી મહાગઠબ

બિહારમાં નીતિશ કુમારને કેમ પીએમ મોદીની રેલીઓથી રાખ્યા હતા દૂર? ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો જવાબ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને BJP બિહારના કોર્ડિનેટર ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે વિપક્ષી મહાગઠબંધનના દાવાનું ખંડન કર્યું હતું. મહાગઠબંધને દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી પદને લઈને NDA ગઠબંધનમાં બધું બરાબર નથી. એટલા માટે જ મુખ્યમંત્રી નીતિશ કુમારને અચાનક PM મોદી સાથેની રેલીઓમાંથી દૂર રાખવામાં આવ્યા હતા. અર્થાત તેમની હાજરી નહોતી. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, PM અને CM માટે અલગ ચૂંટણી રેલીઓ યોજવી એ NDAની ચૂંટણી વ્યૂહરચનાનો એક ભાગ હતો. બંને વચ્ચે કોઈ મતભેદ નથી. પ્રધાને કહ્યું કે NDAની યોજનાનો એક ભાગ હતો કે દરેક નેતા વ્યક્તિગત રીતે પ્રચાર કરે.

કેન્દ્રીય પ્રધાને કહ્યું, "ચૂંટણી જાહેર થયા અગાઉ પ્રધાનમંત્રીએ  મુખ્યમંત્રી નીતિશ કુમાર અને બિહાર સરકારના આમંત્રણ પર 7-8 સરકારી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. 24 ઓક્ટોબરના રોજ જનનાયક કરપુરી ઠાકુરના ગામ સમસ્તીપુરમાં ચૂંટણી પ્રચાર શરૂ થયો હતો. જ્યાં પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી નીતિશ કુમાર, ઉપેન્દ્ર કુશવાહ અને ચિરાગ પાસવાન સહિત NDAના તમામ નેતાઓ હાજર હતા, કારણ કે આ અમારી ચૂંટણીની વ્યૂહયોજના હતી. NDA એ નક્કી કર્યું હતું કે આ પછી આપણે બધા વ્યક્તિગત રીતે પ્રચાર કરીશું.

કોંગ્રેસ અધ્યક્ષે ઉઠાવ્યા હતા સવાલ

કોંગ્રેસે પટનામાં PM મોદીના રોડ શો અને બિહારમાં અન્યત્ર તેમની ચૂંટણી રેલીઓમાં નીતિશ કુમારની ગેરહાજરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ભાજપ નીતિશ કુમારને ફરીથી મુખ્યમંત્રી નહીં બનાવે. એટલા માટે નીતિશ કુમારે હવે પીએમની રેલીઓથી પોતાને દૂર રાખ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભાજપ નીતિશ કુમારને ફરીથી મુખ્યમંત્રી નહીં બનાવે. NDAના મેનિફેસ્ટોના પ્રકાશન દરમિયાન પણ તેમને બોલવા દેવામાં આવ્યા નહોતા. 

આ સમાચાર શેર કરો