મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જેપી નડ્ડા પછી ભાજપ અધ્યક્ષ કોણ? પીએમ મોદી સાથે મુલાકાત બાદ આ નામ ચર્ચામાં

જેપી નડ્ડા બાદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કોણ? એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટના

જેપી નડ્ડા પછી ભાજપ અધ્યક્ષ કોણ? પીએમ મોદી સાથે મુલાકાત બાદ આ નામ ચર્ચામાં

જેપી નડ્ડા બાદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કોણ? એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટના અંત સુધીમાં ભાજપને નવો અધ્યક્ષ મળી શકે છે.આ અંગે ચાલતી ચર્ચાઓ વચ્ચે નવી અટકળો વહેતી થઈ છે કે મહારાષ્ટ્રમાંથી કોઈ નેતા પાર્ટીના ટોચના પદ પર કબજો કરી શકે છે. જોકે, આ અંગે ભાજપ તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. 

ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં પાર્ટીના પ્રમુખ પદ માટે કેટલાક નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાંથી બે નેતાઓ મહારાષ્ટ્રના હોઈ શકે છે. આમાં ફડણવીસ ઉપરાંત પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેનું નામ સામેલ છે. શનિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પીએમ મોદી વચ્ચેની મુલાકાતે ફરીથી આ ચર્ચાને વેગ આપ્યો છે. પરંતુ આ અંગે હજુ સત્તાવાર રીતે કંઈ કહેવાયું નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, 'મહારાષ્ટ્રના ડે. સીએમ. દેવેન્દ્ર ફડણવીસ તેમની પત્ની અને પુત્રી સાથે પીએમ મોદીની મુલાકાત કરતા એવી ચર્ચાઓ વધી છે કે ભાજપના ટોચના નેતૃત્વ ફડણવીસને આ પદ પર રાખવા માંગે છે.' સૂત્રએ કહ્યું, 'અગાઉ સંઘ અને ભાજપ વચ્ચે નામોને લઈને મતભેદ હતા, જેના કારણે ટોચના પદ પર નિમણૂંક થઈ શકી નહોતી. જોકે, હવે ફડણવીસના નામ પર સર્વસંમતિ ઊભી થતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ફડણવીસ અને મોદી વચ્ચેની મુલાકાત મહત્ત્વપૂર્ણ છે.

ભાજપના સૂત્રોનું એવું પણ કહેવું છે કે, ફડણવીસને લઈને પાર્ટીમાં બે મત છે કે તેમને પાર્ટી અધ્યક્ષ બનાવવા અથવા કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવે.  'RSS ફડણવીસને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાના પક્ષમાં છે, જેથી ફડણવીસ કેન્દ્રીય રાજકારણમાં મોટી ભૂમિકા ભજવી શકે અને તૈયાર થઈ શકે, કારણ કે કેન્દ્રમાં ભાજપ સરકાર તેમના માટે ખાસ કામ કરી શકે. 

આ સમાચાર શેર કરો