કોણ છે એ નેતાઓ જેમણે સાંસદ તરીકે શપથ ના લીધા? ભાજપના નિર્ણયથી ખૂબ જ નારાજ
18મી લોકસભાના પ્રથમ સત્રનો પ્રારંભ થયો છે. પ્રોટેમ સ્પીકર ભર્તુહરી મહતાબે વડાપ્રધાન મોદી અને ચૂંટાયેલા નવા

18મી લોકસભાના પ્રથમ સત્રનો પ્રારંભ થયો છે. પ્રોટેમ સ્પીકર ભર્તુહરી મહતાબે વડાપ્રધાન મોદી અને ચૂંટાયેલા નવા સાંસદોને શપથ લેવડાવ્યા હતા. પરંતુ કોંગ્રેસ સાંસદ સુરેશ, ડીએમકેના કે. કેટી આર બાલુ અને તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાયને પણ રાધામોહનસિંહ અને ફગ્ગનસિંહ કુલસ્તેની સાથે સભાપતિની પેનલમાં પસંદ કરવામાં આવ્યા છે. પરંતુ તેમણે શપથ લીધા નથી. પાર્ટીએ પ્રોટેમ સ્પીકરના રૂપાં મહતાબની નિયુક્તિ પર આપત્તિ દર્શાવી છે. વિપક્ષી દળોનું કહેવું છે કે આ પદ ઉપર નિયુક્ત કરવા માટે તેમના 8 વખથના સદસ્ય સુરેશને નજર અંદાજ કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, આજે સંસદ તરીકેની સદસ્યતા શપથ પછી સ્પીકરની ચૂંટણી થશે. 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સંસદના બંને ગૃહમાં સંયુક્ત બેઠક સંબોધિત કરશે. ત્યાર પછી રાષ્ટ્રપતિના અભિભાષણ પછી 28 જૂને ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થશે અને 2 કે 3 જુલાઈએ વડાપ્રધાન મોદી તેનો જવાબ આપશે. આ સત્ર 24 જૂનથી શરૂ થઈને ત્રીજી જુલાઈ સુધી ચાલશે. આ દસ દિવસમાં કુલ આઠ બેઠક થશે.
PM મોદીએ સાંસદ તરીકે શપથ લીધા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંસદ તરીકે શપથ લીધા હતા.
કેબિનેટ મંત્રી નીતિન ગડકરીએ સાંસદ તરીકે શપથ લીધા હતા
કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સાંસદ તરીકે શપથ લીધા હતા.
સીઆર પાટિલ અને ડૉ. જિતેન્દ્રસિંહે સાંસદ તરીકે શપથ લીધા હતા.
સંસદ ભવન પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન
સંસદ ભવન પરિસરમાં વિપક્ષે પ્રદર્શન કર્યું હતું. INDIA ગઠબંધન સંસદ પરિસરમાં બંધારણની કોપી લઇને પહોંચ્યા હતા.
આ વખતે સત્રનો કેવો છે એજન્ડા?
રાષ્ટ્રપતિ 27 જૂને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. ત્યારપછી રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 28 જૂને શરૂ થશે. વડાપ્રધાન 2 અથવા 3 જુલાઈએ ચર્ચાનો જવાબ આપશે. આ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે અને 10 દિવસમાં કુલ 8 બેઠકો યોજાશે.








