કોણ છે 4 લોકો જે PM મોદીના ઉમેદવારી ફોર્મ દરમિયાન ટેકેદાર બન્યા?, આ રીતે થઇ પસંદગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તે આ પહેલા વર્ષ 2014 અને 2019માં વારાણથી ચૂંટણી જીતી ચુક્યા છે. નોમિનેશન દરમિયાન વારાણસી કલેક્ટર ઓફિસમાં કેટલાક મોટા નેતા હાજર રહ્યાં હતા. ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ચારે ટેકેદાર પણ હાજર રહ્યાં હતા.
ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર માટે ચાર ટેકેદારોના નામ નક્કી કર્યા હતા. પીએમ મોદી સાથે ચર્ચા બાદ આ તમામના નામ ફાઇનલ કર્યા હતા. ભાજપે ટેકેદારોના નામમાં જાતીય સમીકરણને સાધવાનું પણ કામ કર્યુ છે. ચાર ટેકેદારોમાં એક બ્રાહ્મણ, બે ઓબીસી સમાજના અને એક દલિત વર્ગના છે.
આ રીતે PM મોદીના ટેકેદારો પસંદ થયા
વડાપ્રધાનના ટેકેદારો પર 15 દિવસથી ચર્ચા ચાલતી હતી. સૌથી પહેલા 50 લોકોના નામની એક યાદી બનાવવામાં આવી હતી, તે બાદ તેમાંથી કૂલ 18 નામને પસંદ કરવામાં આવ્યા હતા. આ નામને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ સાથે ચર્ચા કરી હતી.
અંતે ચાર નામ પસંદ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ આ નામને ફાઇનલ કર્યા હતા. બ્રાહ્મણ સમાજના ગણેશ્વર શાસ્ત્રી, ઓબીસી સમાજના બૈજનાથ પટેલ અને લાલચંદ કુશવાહાનું નામ સામે આવ્યું હતું અને દલિત વર્ગમાંથી સંજય સોનકરનું નામ પસંદ કરવામાં આવ્યું હતું.
પંડિત ગણેશ્વર શાસ્ત્રીએ જ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત કાઢ્યું હતું. તે બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. બૈજનાથ પટેલ ઓબીસી સમાજમાંથી આવે છે અને સંઘના જૂના અને સમર્પિત કાર્યકર્તા રહ્યાં છે. ચૂંટણીમાં ટેકેદારોની ભૂમિકા મહત્ત્વની હોય છે. આ તે લોકો હોય છે જે કોઇ ઉમેદવારના નામનો પ્રસ્તાવ મુકે છે.








