મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચોંકાવનારા આંકડા: કયા મુખ્યમંત્રી સામે છે સૌથી વધુ ગુનાહિત કેસ, કોણ છે સૌથી ધનિક, જાણીને નવાઈ લાગશે

ભારતના રાજકારણમાં નેતાઓની સંપત્તિ અને ગુનાહિત રેકોર્ડ હંમેશા

ચોંકાવનારા આંકડા: કયા મુખ્યમંત્રી સામે છે સૌથી વધુ ગુનાહિત કેસ, કોણ છે સૌથી ધનિક, જાણીને નવાઈ લાગશે
ભારતના રાજકારણમાં નેતાઓની સંપત્તિ અને ગુનાહિત રેકોર્ડ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના તાજેતરના અહેવાલે દેશના મુખ્યમંત્રીઓની સંપત્તિ અને ફોજદારી કેસોની વિગતો જાહેર કરી છે, જે ખરેખર ચોંકાવનારી છે. આ અહેવાલ 28 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓના ચૂંટણી દરમિયાન રજૂ કરેલા સોગંદનામા પર આધારિત છે.   રેવંત રેડ્ડી સૌથી વધુ ગુનાહિત કેસ ધરાવનાર મુખ્યમંત્રી    ADRના અહેવાલ મુજબ, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સૌથી વધુ ગુનાહિત કેસ ધરાવનાર મુખ્યમંત્રી છે. તેમની સામે કુલ 89 ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમાંથી ઘણા ગંભીર પ્રકૃતિના છે, જેમ કે હત્યાનો પ્રયાસ, અપહરણ, લાંચખોરી અને ગુનાહિત ધમકી. આ આંકડો દેશના અન્ય મુખ્યમંત્રીઓની તુલનામાં ઘણો વધારે છે. બીજા નંબરે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન છે, જેમની સામે 47 કેસ નોંધાયેલા છે, જેમાંથી 20 ગંભીર ગુનાઓ છે. ત્રીજા સ્થાને આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુ છે, જેમની સામે 19 કેસ નોંધાયેલા છે.   ADR રિપોર્ટ મુજબ, 33 ટકા મુખ્યમંત્રીઓએ તેમની સામે ગંભીર ફોજદારી કેસ નોંધાયેલા જાહેર કર્યા છે, જેમાં હત્યાનો પ્રયાસ, અપહરણ, લાંચ અને ગુનાહિત ધાકધમકી સંબંધિત કેસોનો સમાવેશ થાય છે.   સૌથી ધનિક મુખ્યમંત્રી
સંપત્તિની બાબતમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી છે. ADRના 2024ના અહેવાલ મુજબ, નાયડુની કુલ સંપત્તિ 931 કરોડ રૂપિયાથી વધુ છે, જેમાં જંગમ અને સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. બીજા સ્થાને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ છે, જેમની સંપત્તિ 332 કરોડ રૂપિયાથી વધુ છે. ત્રીજા સ્થાને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે, જેમની સંપત્તિ 51 કરોડ રૂપિયાથી વધુ છે.   સૌથી ઓછી સંપત્તિ કોની પાસે છે

તે જ સમયે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે ફક્ત 15 લાખની સંપત્તિ છે અને તેઓ દેશમાં સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી છે. ADR ના રિપોર્ટ મુજબ દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓની સરેરાશ સંપત્તિ 54.42 કરોડ રૂપિયા છે, આ 30 મુખ્યમંત્રીઓમાંથી બે મુખ્યમંત્રીઓ અબજોપતિ છે. જ્યારે 30 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1,632 કરોડ રૂપિયા છે. કુલ મુખ્યમંત્રીઓમાંથી 29 કરોડપતિ છે,

ADRનો આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે સરકારે ત્રણ બિલ લાવ્યા છે, જેમાં ગંભીર ફોજદારી આરોપોમાં 30 દિવસ માટે ધરપકડ કરાયેલા વડા પ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને હટાવવાની જોગવાઈ છે.

કયા મુખ્યમંત્રી સામે કેટલા ફોજદારી કેસ છે?

  • તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સામે કુલ 89 ફોજદારી કેસ
  • આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સામે 19 ફોજદારી કેસ છે
  • કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે 13 ફોજદારી કેસ છે
  • ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સામે પાંચ ફોજદારી કેસ છે
  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સામે ચાર ફોજદારી કેસ છે
  • હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ સામે ચાર ફોજદારી કેસ નોંધાયેલા છે.
  • કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સામે બે ફોજદારી કેસ છે
  • પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સામે એક ફોજદારી કેસ નોંધાયેલ છે.

આ સમાચાર શેર કરો