મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહારમાં ક્યારે થશે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર? મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કરી મોટી જાહેરાત

બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણી પંચે પોતાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાને

બિહારમાં ક્યારે થશે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર? મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કરી મોટી જાહેરાત

બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણી પંચે પોતાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે બિહાર વિધાનસભાની ચૂંટણી 22 નવેમ્બર પહેલા પૂર્ણ કરી દેવાશે કારણ કે બિહાર વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બર સુધીનો છે. આ દરમિયાન તેમણે કહ્યું કે બિહારની જેમ આખા દેશમાં SIR કરાવવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે આ ચૂંટણીમાં પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી પહેલ ભવિષ્યમાં આખા દેશમાં લાગુ કરાશે. બિહારમાં કૂલ 243  વિધાનસભા બેઠક છે અને ચૂંટણી સમયસર પૂર્ણ થશે. ચૂંટણી પંચની ટીમ બે દિવસથી બિહારમાં સક્રિય છે. આ દરમિયાન ટીમે પટણામાં રાજકીય પક્ષ, ચૂંટણી અધિકારીઓ, રાજ્યના વહીવટી અધિકારી, તપાસ એજન્સીઓ, મુખ્ય ચૂંટણી અધિકારી (CEO), વિશેષ પોલીસ નોડલ અધિકારી અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ના નોડલ અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેથી ચૂંટણીની તૈયારી સુનિશ્ચિત કરી શકાય.

કોઇ પણ બુથ પર 1200થી વધારે વોટર નહીં હોય-ચૂંટણી કમિશનર

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે BLO જ્યારે મતદાર પાસે જશ તો મતદારો તેને સારી રીતે ઓળખી શકે, તેના માટે પણ ID કાર્ડ શરૂ કર્યા છે. હવે પોલિંગ બૂથની બહાર મોબાઇલ જમા કરીને વોટ આપવાની સુવિધા આપવામાં આવી છે. આ પહેલા મોબાઇલ ઘર અથવા અન્ય જગ્યાએ મુકીને આવવું પડતું હતું. CECએ જણાવ્યું કે હવે બિહાર સિવાય દેશના કોઇ પણ બૂથ પર 1200થી વધારે વોટર નહીં હોય.

પોલિંગ સ્ટેશનની 100% વેબ કાસ્ટિંગ થશે

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, બિહારમાં વન સ્ટૉપ ડિજિટલ પ્લેટફોર્મ પણ બિહારમાં લાગુ કરવામાં આવશે. બૂથથી 100 મીટરના અંતરથી દરેક ઉમેદવાર પોતાના એજન્ટને મુકી શકે છે. 100 ટકા વેબ કાસ્ટિંગ દરેક પોલિંગ સ્ટેશન પર કરવામાં આવશે. EVM પર જે બેલેટ પેપર હોય છે તે બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે જેને ઓળખવામાં તકલીફ પડે છે માટે બિહારની ચૂંટણીમાં હવે સીરિયલ નંબર ફ્રૉન્ટ અને ઉમેદવારોની કલર ફોટો હશે.

આ સમાચાર શેર કરો