મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અમિત શાહની શું ભૂમિકા રહેશે? ભાજપને બેઠકો ઓછી મળતા સમીકરણ બદલાયા

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થયા બાદ સરકાર રચવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠક

અમિત શાહની શું ભૂમિકા રહેશે? ભાજપને બેઠકો ઓછી મળતા સમીકરણ બદલાયા

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થયા બાદ સરકાર રચવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠક મળી છે જે બહુમત (272) બેઠક કરતા 32 બેઠક દૂર છે. NDAને 292 બેઠક મળતા NDA ગઠબંધનની સરકાર બનવા જઇ રહી છે. દિલ્હીમાં મળેલી NDAની બેઠકમાં સર્વસમ્મતિથી નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે. બેઠક બાદ મંત્રી મંડળમાં ક્યા નેતાને સ્થાન મળશે અને આ વખતે ક્યા નેતાનું પત્તુ કપાશે તેને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

મોદી 3.0માં ક્યા નેતાનું કદ વધશે

2019 અને 5 વર્ષ બાદ 2024માં NDAના નેતાઓની તસવીરથી ખબર પડે છે કે ઘણુ બદલાઇ ગયું છે. નરેન્દ્ર મોદીની નજીક દેખાતા નેતા હવે દૂર દેખાઇ રહ્યાં છે. જે દૂર હતા તે હવે નજીક દેખાઇ રહ્યાં છે.
 
પીએમ મોદી સાથે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર સાથે ઉભેલા જોવા મળ્યા હતા. તે બાદ NDAના બીજા સહયોગી શિવસેના, NCPના નેતા જોવા મળતા હતા. તસવીરમાં ચિરાગ પાસવાન, અનુપ્રિયા પટેલ અને બીજા NDAના સહયોગી નેતા પણ જોવા મળી રહ્યાં છે. બીજી તરફ ભાજપના ત્રણ નેતા પીએમ મોદીની પાસે ઉભેલા દેખાય છે. મોદીની બાજુમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાજનાથ સિંહ અને અમિત શાહ જોવા મળી રહ્યાં છે. ગત કાર્યકાળમાં નરેન્દ્ર મોદીની બાજુમાં અમિત શાહ જોવા મળતા હતા પરંતુ આ વખતે તેમનું અંતર વધી ગયું છે. 

મોદી સરકારના બીજા કાર્યકાળમાં પાર્ટી મીટિંગ હોય કે પછી સરકારની બેઠક, બન્ને જગ્યાએ અમિત શાહની હાજરી નરેન્દ્ર મોદીની બાજુમાં જ જોવા મળતી હતી. હવે મોદી 3.0માં શું આ ક્રમ તૂટી શકે છે? ભાજપના જીતેલા મોટા નેતાઓમાંથી ક્યા નેતાની શું ભૂમિકા રહેશે, કોણ મંત્રી બનશે અને કોણ નહીં બને? આ કેટલાક દિવસમાં ખબર પડી જશે પણ એક વાત ક્લિયર છે કે આ વખતે તસવીર જરૂર બદલાશે.

TDPએ આ મોટા પદની કરી છે માંગ

સુત્રો અનુસાર TDPએ સ્પીકર સહિત 5 મોટા પદની માંગ કરી છે. ચંદ્રબાબુ નાયડુની પાર્ટીએ લોકસભામાં 16 બેઠક જીતી છે અને NDA ગઠબંધનમાં ભાજપ પછી બીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે.

  • TDPએ સ્પીકર પદની માંગણી કરી છે
  • NDA સંયોજકનું પદ પણ માંગ્યુ છે

આ સમાચાર શેર કરો