મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'અમારી ઇચ્છા છે કે નરેન્દ્ર મોદી ફરી મુખ્યમંત્રી બને', નીતિશ કુમારની જીભ લપસી

બિહારના પટણા સાહિબ લોકસભા વિસ્તારના દનિયાવામાં મુખ્યમંત્રી નીતિશ કુમ

'અમારી ઇચ્છા છે કે નરેન્દ્ર મોદી ફરી મુખ્યમંત્રી બને', નીતિશ કુમારની જીભ લપસી

બિહારના પટણા સાહિબ લોકસભા વિસ્તારના દનિયાવામાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ચૂંટણી જનસભાને સંબોધી હતી. આ દરમિયાન નીતિશ કુમારની જીભ લપસી હતી. નીતિશ કુમારે કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે બિહારની તમામ 40 બેઠક અનમે દેશભરમાં 400થી વધુ બેઠક જીતીયે અને નરેન્દ્ર મોદી ફરી મુખ્યમંત્રી બને જેથી દેશનો વિકાસ થાય, બિહારનો વિકાસ થાય. નીતિશ કુમારે કહ્યું કે નરેન્દ્ર મોદી તો વડાપ્રધાન છે જ પણ આગળ પણ રહેશે.

આ દરમિયાન સ્ટેજ પર રહેલા રવિ શંકર પ્રસાદ અને JDUના રાજ્યસભા સાંસદ સંજય ઝાએ મુખ્યમંત્રી નીતિશ કુમારને ટોક્યા ત્યારે મુખ્યમંત્રીને પોતાની ભૂલ સમજાઇ હતી અને ભૂલ સુધારતા તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની લોકોને અપીલ કરી હતી.

નીતિશ કુમારના RJD પર પ્રહાર 

જનસભાને સંબોધતા નીતિશ કુમારે RJD પર નિશાન સાધતા કહ્યું કે તે લોકો આજે અમારી વિરૂદ્ધ થઇ ગયા છે તો બોલે છે કે અમે કોઇ કામ નથી કર્યું, જ્યારે આ પુરી રીતે જૂઠ છે.

આ સમાચાર શેર કરો